શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

હોળી પર્વ પર દુર્લભ જ્યોતિષ યોગઃ લાભ મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય

ખાસ ઉપાય કરવાથી શિવજીની અપાર કૃપા પ્રાપ્ત કરી શકાય

P.R


રવિવાર 16 માર્ચ 2014 એ હોળી છે અને આ વર્ષે રંગોના આ પર્વ પર કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. સાથે જ ધૂળેટી અથવા વસંત ઉત્સવ આ વખતે શિવજીના પ્રિય સોમવારે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શિવજી અપાર કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

હોળી પર જ્યોતિષ યોગ-

આ વર્ષે હોળી પર ગ્રહોના કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. વર્તમાનમાં શનિ વક્રી છે અને રાહુની સાથે તુલા રાશિમાં સ્થિત છે. શનિ સિવાય મંગળ પણ વક્રી થઈ ગયો છે. આમ હોળી પર ચાર ગ્રહ વક્રી રહેશે શનિ, મંગળ, રાહુ અને કેતુ. રાહુ અને કેતુ હમેશા વક્રી જ રહે છે.

તુલા રાશિમાં મંગળની સાથે શનિ અને રાહુનો યોગ સેકડો વર્ષ બાદ બન્યો છે. આ કારણે પણ આ પર્વ જ્યોતિષની દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતો થઈ ગયો છે.

જ્યોતિષાચાર્ય મુજબ આ સમયે ચાર ગ્રહ વક્રી છે અને તેની સીધી અસર તુલા અને મેષ રાશિ પર પડી રહી છે. મંગળ ગ્રહ શનિની સાથે જ રાહુ અને કેતુથી શત્રુભાવ રાખે છે. 25 માર્ચ સુધી વક્રી મંગળ, વક્રી શનિ અને વક્રી રાહુ એકસાથે તુલા રાશિમાં સ્થિત રહેશે. આગામી સમયમાં આ પ્રકારનો યોગ (વક્રી મંગળ, વક્રી શનિ અને વક્રી રાહુ તુલા રશિમાં સ્થિત) લગભગ 175 વર્ષ બાદ બનશે. આ યોગ સેંકડો વર્ષ પહેલાં ઈ.સ. 1660માં બન્યો હતો.

આગળ રાશિ પ્રમાણે લાભ મેળવવા કરો આટલા ઉપાયો


P.R
મેષ- હોળી પર બનનારી ગ્રહ સ્થિતિથી તમારું મન કોઈપણ કાર્યમાં લાગશે નહીં. નિરાશા હાવી થશે. ઉત્સવો પ્રત્યે પણ નિરસતા રહેશે. ઘર-પરિવારમાં સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે. જેની અસર તમારા કાર્યો પર પણ પડશે. યાત્રાઓ વધુ થઈ શકે છે. ધનની કમી થઈ શકે છે. સહયોગીઓથી મદદ મળવા પર જ આગળ વધવામાં સફળ થશો. અન્યો પર આશ્રિત થવું પડી શકે છે. પગ અને માથામાં પીડા થઈ શકે છે. સ્ત્રીઓ માટે ઘરમાં અનાવશ્યક વિવાદ થવાની સંભાવના છે.

ઉપાય- તમારે હોળીના દિવસે શિવજી પર દૂધ અને લાલ પુષ્પ અર્પણ કરવા.

P.R
વૃષભ- હોળી પરહ અજ્ઞાત ભય બન્યો રહેશે. સમજી-વિચારીને કાર્ય કરવું. કાર્યોમાં વિલંબ થશે. વિવાદો પ્રત્યે સજાગ રહેવાની આદત બનશે અને સંપર્કોથી લાભ થશે પરંતુ કાર્યોમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે નહીં. થોડા સમય બાદ સિતારા તમારા પક્ષમાં બનશે. ત્યારે કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને ધનની પ્રાપ્તિ થશે.

ઉપાય- તમારે હાળીના દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા અને દીવો પ્રગટાવવો.

P.R
મિથુન- આ રાશિના લોકો માટે હાળીના દિવસે બધી સ્થિતિઓ સામાન્ય રહેશે. કાર્યોમાં થોડો વિલંબ થયા બાદ સફળતાઓ મળશે. ઘર-પરિવાર અને સમાજમાં તમારો પ્રભાવ પણ વધશે. આગામી સમય પણ પહેલાના સમયની જેમ સારો છે. તમારે ધન સંબંધી બાબતોમાં સાવધાન રહેવું પડશે. કોઈ પ્રિય વસ્તુનું નુકસાન થઈ શકે છે. કાર્ય વધુ રહેશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે.

ઉપાય- હોળીના દિવસે તમારે ગાયને લીલી ઘાસ ખવડાવી અને લીલા વસ્ત્રો દાન કરવા.


P.R
કર્ક- તમારા માટે હાળીનો દિવસ અત્યંત શુભ રહેશે. પહેલાંથી ચાલતી આવતી પરેશાનીઓ દૂર થઈ જશે અને રાહત મળશે. નવી યોજનાઓ બનશે અને ફળીભૂત પણ થશે. પરેશાનીઓ દૂર થશે અને ધનલાભ થશે. આસપાસનું વાતાવરણ તમારા પક્ષમાં બનવાનું શરૂ થશે. વાહન સંબંધી સમસ્યા થઈ શકે છે પરંતુ 17-18 તારીખે તમારું ભાગ્ય પ્રબળ રહેશે. અધ્યાત્મ અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સાથે જ આર્થિક બાબતો મજબૂત બનશે.

ઉપાય- આ રાશિના લોકોએ હોળી પર શિવલિંગ પર દૂધ, મધ અને જળ અર્પણ કરવું.

P.R
સિંહ- આ રાશિના લોકો માટે રંગોનો પર્વ લાભકારી રહેશે. ધનની સાથે માન-સન્માનની પણ વૃદ્ધિ થશે. લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ દૂર થશે. કાર્યો પ્રત્યે તમે સજાગ થશો. સતર્કતાથી લાભ મળશે. યોગ્ય સમય પર યોગ્ય કાર્ય કરવા અને સંયમપૂર્ણ વાણીથી બધાનું દિલ જીતવામાં સફળ થશો. આ દરમિયાન તમે અત્યંત વ્યસ્ત રહેશો. સ્થળાતંરની સાથે પ્રમોશનનો મોકા અને નવી યોજનાઓનો લાભ મળી શકે છે. વેપાર ઉત્તમ રહેશે.

ઉપાય- આ રાશિના લોકોએ હોળીના દિવસે સવારે સૂર્યને જળ અર્પણ કરવું. જળમાં અક્ષત અને કુમકુમ પણ નાખવું.

W.D
કન્યા- હોળી પર તમારે સજાગ રહેવાની જરૂર છે. તમારા માટે વક્રી શનિ પરેશાનીઓને વધારી શકે છે. કોઈપણ કાર્યમાં બેદરકારી કરવી નહીં. સમજી-વિચારીને કાર્ય કરવું. લોભામણી યોજનાઓથી દૂર રહેવું. પોતાની ગુપ્ત વાતો કોઈને કહેવી નહીં. જોકે વ્યવસાયિક યાત્રા લાભકારક થવાની સંભાવના છે. અજાણ્યા લોકોથી ધનની લેનદેન કરવી નહીં. કાર્ય સ્થળ પર અધીનસ્થો સાથે મુશ્કેલી થઈ શકે છે. કાર્ય દરમિયાન સામગ્રી હાજર ન હોવાથી પરેશાની થઈ શકે છે. સહયોગીઓની અપેક્ષાઓ પૂર્ણ થઈ શકશે નહીં. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે. જ્વર અને ઉધરસની સમસ્યા થઈ શકે છે.

ઉપાય- હોળી પર તમારે શ્રીગણેશને દુર્વા અર્પણ કરવી. શનિ માટે કાળા કંબલનું દાન કરવું.


P.R
તુલા- હોળી પર આ રાશિમાં શનિ, મંગળ અને રાહુ સ્થિત છે અને આ ત્રણેય ગ્રહ પણ વક્રી છે. જેથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. કાર્યોમાં વિલંબ થવાથી તમે પરેશાન થઈ શકો છો. નવી સમસ્યાઓ પેદા થઈ શકે છે. સંતાન તરફથી દુઃખ થઈ શકે છે. ધીરજ રાખવું કારણ કે થોડાક સમય બાદ અધિકારીઓથી યોગ્ય તાલમેલ રહેશે. વેપારમાં લાભ થશે, કળાથી જોડાયેલા લોકોને સુવર્ણ તક મળશે. સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે. પરિવાર સાથે સમય પસાર કરશો.

ઉપાય- તમારે હોળીના દિવસે શિવલિંગ પર લાલ પુષ્પ અર્પણ કરવા. જો સંભવ હોય તો શિવજીનું ભાત પૂજન કરવું.
હોળીના દિવસે કોઈ નદી કે સરોવરમાં માછલીને લોટની ગોળીઓ ખવડાવી.

P.R
વૃશ્ચિક- તમારા માટે હોળીનો પર્વ લાભકારક રહેશે. શનિની સ્થિતિથી કાર્યોમાં સફળતા મળશે. ધન અને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે. તમારા માન-સન્માન અને પ્રભાવમાં વૃદ્ધિ થશે. સંતાનથી લાભ અને કેટલાક કાર્યોમાં સફળતા મળશે. સ્થાયી સંપત્તિથી લાભ થશે. નોકરીમાં સારા સમાચાર મળશે. પ્રયાસ સફળ થશે. કાર્યોમાં અવ્વલ રહેવાની સંભાવના છે. માર્ગ પર સાવધાનીથી વાહન ચલાવવું.

ઉપાય- હોળીના દિવસે શિવલિંગ પર લાલ પુષ્પ અર્પણ કરવું. સંભવ હોય તો શિવલિંગનું ભાત પૂજન કરવું.

P.R
ન- હોળી પર તમારા કાર્યોમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન તમારે અણગમા કાર્યો પણ કરવા પડી શકે છે. જલ્દી ધન કમાવવાની યોજનાઓમાં નુકસાન થવાની સંભાવના છે. જેથી સાવધાન રહેવું. ઘર-પરિવારમાં અતિથિઓનું આગમન થશે. બધાંની સાથે ભેગા મળીને ચાલશો તો તમને લાભ થશે. દાંપત્ય જીવનમાં તમારા વ્યવહારથી કડવાશ આવી શકે છે. સાવચેતીથી રહેવું. પોતાના કાર્ય પ્રત્યે સજાગ રહેવું. આગામી સમય ઉત્તમ રહેશે. હાલનો સમય પસાર થયા બાદ આગળ મોટા લાભ છે.

ઉપાય- કાર્યોમાં સફળતા માટે હોળીકા દહનના સમયે હોળીકા પર ગોબરના છાણા અર્પણ કરવા. તમારા ઈષ્ટદેવના મંત્રોનું જાપ કરવું.

W.D
મકર- તમારા માટે હોળીનું પર્વ લાભકારી રહેશે. વેપારમાં વૃદ્ધિ અને સમાજમાં માન-સન્માન મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ બરકરાર રહેશે. ધર્મ પ્રત્યે આસ્થા વધશે. નવો વેપાર શરૂ થઈ શકે છે. પરંતુ થોડાક સમય બાદ માનસિક તાણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરેશાની અને સંઘર્ષ વધી શકે છે. જો તમે નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા હોવ તો વરિષ્ઠોની સલાહથી આગળ વધવું. સંતાનનો સહયોગ મળશે, ખર્ચમાં વધારો થશે.

ઉપાય- હોળી પર કોઈ મંદિરમાં કાળા તલનું દાન કરવું. કોઈ ગરીબ વ્યક્તિને તેલનું દાન કરવું.

P.R
કુંભ- તમારા માટે હોળી પર શનિ વક્રી થવું શુભ રહેશે. તમને કોઈ મોટા કાર્યમાં સફળતા મળી શકે છે. આ રાશિના કેટલાક લોકોને વર્તમાન સ્થાન ત્યજવું પડી શકે છે. નોકરીમાં લાભ થશે. સંતાનથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. વાહન સુખ મળશે. બુદ્ધિ-વાણી પ્રદર્શનથી સુખ-ધનની પ્રાપ્તિ થશે. સારી યોજનાઓમાં સામેલ થવાનો મોકો મળશે. જુના વિવાદોને દૂર કરવામાં સફળ થશો. પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા થઈ શકે છે. કાર્યમાં લક્ષ્ય પ્રાપ્તિ સંભવ છે.

ઉપાય- હોળીના દિવસે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું અને હનુમાન ચાલીસાનું જાપ કરવું.

W.D
મીન- તમારા માટે હોળી પર લાભના અવસર બનશે. લાંબા સમયથી ચાલી આવતી યોજનાઓ સફળ થશે. આર્થિક લાભ થશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. પ્રસન્નતા બની રહેશે. મિત્રો અને શુભચિંતકો પર વિશ્વાસ કરવો. હોળીના કેટલાક દિવસો બાદ પોતાના નિર્ણયોને બદલવા પડી શકે છે. વેપારમાં સારો લાભ થશે. નોકરીમાં સરળતાથી કામ કરવામાં સફળ થશો. માંગલિક ઉત્સવોમાં સામેલ થશો.

ઉપાય- હોળી પર તમે કોઈ શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર પીળા રંગના ફુલ અર્પણ કરવા.