શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

હોળીમાં આ રંગથી રમશો તો તમને લાભ થશે

PTI

આ હોળી પર એવો કયો રંગનો ઉપયોગ કરશો જે તમારા વ્યવસાય અને ધંધા માટે લાભદાયક છે. એ શક્ય છે કે જો તમે રંગોની પસંદગી તમારા આવકના સ્ત્રોત પ્રમાણે કરશો તો તમારો લાભ વધી શકે છે. તથા માન પ્રતિષ્ઠા પણ મેળવી શકો છો.

હોળી પર કોણે કયો રંગ વાપરવો જોઈએ જાણો..

લાલ રંગ : લાલ રંગ જમીન અને પુત્ર મંગલનો રંગ છે. જમીન સંબંધિત કાર્ય કરનારા બિલ્ડર્સ, પ્રોપર્ટી બ્રોકર્સ, કોલોનાઈઝર્સ, એંજીનિયર, બિલ્ડીંગ મટેરિયલનો વ્યવસાય કરનારા સરકારી અધિકારીઓએ લાલ રંગથી જ હોળી રમવી જોઈએ અને ગરીબોને ભોજન કરાવવાથી અપ્રત્યક્ષ લાભ થશે. બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.

લીલો રંગ : લીલો રંગ બુધ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. વેપારમાં વૃદ્ધિ, શિક્ષક, માતા-પિતા, વિદ્યાર્થીઓ, જજ એ સફળતા હેતુ અને લેખક, પત્રકાર, પટકથા, લેખકે પણ હોળી માટે આ રંગનો પ્રયોગ કરવાથી લાભ અને સફળતા મળશે. કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેયર ઈંજિનીયર પણ લીલા રંગનો પ્રયોગ કરી શકે છે.

પીળો રંગ : પીળો રંગ ગુરૂનુ પ્રતિનિધિત્વ કરે છે. ગુરૂ સોનુ, ચાંદી, અન્ન વેપાર આર્થિક પક્ષને પ્રભાવિત કરે છે. અનાજ વેપારી, સોના ચાંદી વેપારી, શેરનો ધંધો કરનારા પણ આ વર્ષે પોતાની સ્થ્તિ મજબૂત બનાવશે. પોતાના અન્ય સાથીઓ કરતા તમે વધુ સારી સ્થિતિમાં રહેશો. સન્માતિ થશો.

ભૂરો રંગ : ભૂરો રંગ શનિ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. અભિનેતા, રંગમંચ, કમ્પ્યુટર વ્યવસાયી, પ્લાસ્ટિક, આઈલપેંટ, સ્ક્રેચ, લોખંડ વ્યવસાયી અને રાજનીતિગજ્ઞ લોકો હોળી ઉત્સવ માટે ભૂરા રંગનો ઉપયોગ કરે. આવુ કરવાથી આ વર્ષે તેઓ નવી ઉંચાઈઓ પર અને નવા પદને પ્રાપ્ત કરશે. આર્થિક અને સામાજીક લાભ થશે.


જો તમે લગ્ન જલ્દી કરવા માંગતા હોય તો પીળા રંગથી હોળી મનાવો

કોર્ટ કેસમાં જીતવા માંગતા હોય તો લાલ, પીળા રંગનો ઉપયોગ કરો.

કોર્પોરેટ કર્મચારી પીળા અને લીલા રંગથી હોળી રમે

વિદેશ યાત્રાની ઈચ્છા રાખનારા ભૂરા અને બ્રાઉન રંગથી હોળી રમે.

પ્રમોશન માટે લાલ રંગનો ઉપયોગ કરો.

ગૃહિણીઓ માટે લાલ રંગ જ ઉત્તમ છે.