શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

વજન ઓછુ કરવુ છે કે તો આ 10 શાક બાફીને ખાવ

ઋતુ મુજબના શાક તમારા આરોગ્યને ઠીક રાખવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર કરે છે.  જાડાપણુ જે આજકાલ દરેકની પરેશાનીનુ મુખ્ય કારણ બન્યુ છે. તેનો ઉપચાર પણ શાકભાજીઓ દ્વારા કરી શકાય છે. કેટલીક શાકભાજીઓનો પુરો લાભ પ્રાપ્ત કરવા માટે તેને ઉકાળીને ખાવી જોઈએ તો કેટલીક ધીમા તાપ પર પકાવીને ખાવી આરોગ્યપ્રદ હોય છે. તેનાથી તેમા વર્તમાન પોષણને ડબલ કરી શકાય છે.   
 
મોસમી શાકભાજીઓ આરોગ્ય માટે સારી રહેવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર કરે છે. જાડાપણુ જે આજકાલ દરેકની પરેશાનીનું કારણ બન્યુ છે.  તેનો ઉપચાર પણ શાકભાજીઓ દ્વારા કરી શકાય છે. કેટલીક શાકભાજીઓનો પુરો લાભ પ્રાપ્ત કરવા માટે તેને ઉકાળીને ખાવી જોઈએ તો કેટલીકને ધીમા તાપ પર પકાવીને ખાવી આરોગ્ય માટે લાભપ્રદ હોય છે.  તેનાથી તેમા વર્તમાન પોષણને બેગણી કરી શકાય છે. પાલક, ગાજર, શક્કરિયા, બ્રોકલી અને કોબીજ વગેરેનો સ્વાદ અને પોષણ ઉકાળીને ખાવાથી વધી જાય છે. અઠવાડિયામાં બે વાર ઉકાળેલી શાકભાજી ખાવાથી જાડાપણુ ખૂબ જલ્દી ઓછુ થાય છે.  

1. કાપેલી ગાજરને એક ચપટી મીઠુ અને થોડા કાળા મરી સાથે સાદા પાણીમાં નાખીને ઉકાળી લો. આ તમારી આંખો માટે ખૂબ પૌષ્ટિક રહેશે. 
 
2. લોહીની કમી અને પીરિયડ્સની સમસ્યાને દૂર કરવા માટે દિવસમાં એક બીટને ઉકાળીને ખાવ. ધ્યાન રાખો કે બીટને 3 મિનિટથી વધુ ન ઉકાળો. 

3. બટાકાને કાયમ ઉકાળીને જ ખાવ કારણ કે તેનાથી કૈલોરીઝ ઓછી થઈ જાય છે. 
 
4. બીંસને 6 મિનિટ સુધી એક ચપટી મીઠુ અને થોડા કાળા મરી સાથે સાદા પાણીમાં ઉકાળી લો. આ બીંસ ડાયાબિટીઝ માટે સારી રહે છે. 

5. લીલી શાકભાજીઓને ઉકાળીને ખાવામાં આવે તો તેની તાકત બેગણી વધી જાય છે. ખાસ રૂપે મેથી અને પાલકની શાકભાજી. 
 
6. સ્વીટ કોર્નને ઉકાળવામાં ખૂબ પાણી અને સમય લાગે છે પણ તેને બાફ્યા વગર પણ ખાઈ શકાતુ નથી. સ્વીટ કોર્નમાં પોષણ અને ઢગલો રેશા હોય છે જેનાથી કબજિયાતની સમસ્યા નથી થતી. 

7. શકકરિયામાં ઘણા બધા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. જો તમે ડાયેટિંગ પર છો તો શક્કરિયા ખાવ. 
 
8. વરાળમાં બાફેલી ફ્લાવર પૌષ્ટિક માનવામાં આવે છે. આવુ કરતા તેમા રહેલા ન્યૂર્ટિયન્ટ્સ અને વિટામિન્સ નષ્ટ નથી થઈ શકતા. 

9. કોબીજ જ્યારે બાફીને ખાવામાં આવે છે તો તેનો ટેસ્ટ પણ વધી જાય છે. બાફવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને રસોઈ બનાવવામાં પ્રયોગ કરી લેવો જોઈએ. કારણ કે તેમા સૌથી વધુ પોષણ હોય છે. 
 
10. બ્રોકલી બાફીને ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે. જો તમને આ ડિશ સાદી જ ખાવી હોય તો ઉકાળતી વખતે તેમા થોડુ ઓલિવ ઓઈલ મિક્સ કરી લો.