ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (11:35 IST)

Home Remedies - પેટની ચરબી ઘટાડવી છે તો પીવો આ 10 પ્રકારની ચા

આજકાલ અનેક પ્રકારની ચા પીવાનો ટ્રેંડ છે. જો તમે પેટની ચરબી કે વધતા વજનથી પરેશાન છો તો એવી ચા પીવો જેનાથી ચરબી ઓછી થાય છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ પેટની ચરબી અને વજન કમ કરવામાં ખૂબ જ લાભકારી છે. આ બધી ચા ને ખાંડ નાખ્યા વગર જ પીશો તો વધુ લાભ થશે. ખાંડને બદલે એક ચમચી મધ યૂઝ કરી શકો છો. તેને રોજ 2-3 વાર પીવી પર્યાપ્ત છે. આવો જાણીએ આવી 10 ચા વિશે



અજમાની ચા - આ ચા માં રાઈબોફ્લેવિન હોય છે જે ફેટ બર્ન કરવામાં ઈફેક્ટિવ છે. કેવી રીતે બનાવશો - ગરમ પાણીમાં અજમો, વરિયાળી, ઈલાયચી અને આદુ નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળી લો. તેને ગાળીને પીવો.

કાળા મરીની ચા -  તેના રહેલ પાઈપેરીન ફૈટ બર્ન કરવામાં ફાયદારૂપ છે. 
કેવી રીતે બનાવશો - કાળા મરી અને આદુને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો. હવે તેને ગાળી લો. તેમા મધ કે લીંબૂનો રસ મિક્સ કરીને સર્વ કરો. 

ફુદીનાની ચા - તેમા મેંથોલ હોય છે જે ફેટ સેલ્સને ઘટાડવામાં ફાયદારૂપ છે. 
 
કેવી રીતે બનાવશો - ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને દસ મિનિટ સુધી ઉકાળો. હવે તેને ગાળીને પીવો.
 

લેમન ટી - તેમા ડી લેમોનેન હોય છે. જે બૈલી ફેટને ઘટાડવામાં લાભકારી છે.  
 
કેવી રીતે બનાવશો - પાણીમાં ચા ની પત્તી, લીંબૂનો રસ અને તજ નાખીને ઉકાળો. હવે ચા ને ગાળીને સર્વ કરો. 
 
 


તુલસીની ચા - તેમા ફાઈટોન્યૂટ્રિએંટ્સ હોય છે જે ફેટ સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. 
કેવી રીતે બનાવશો - ગરમ પાણીમાં ચાની પત્તી, દૂધ, આદુનો ટુકડો અને તુલસીના પાન નાખીને ઉકાળો અને તેને ગાળીને પીવો. 

ગ્રીન ટી - તેમા કૈટૅચીન હોય છે. જે ફેટ સેલ્સને ઓછા કરીને પેટની ચરબી ઘટાડે છે. 
કેવી રીતે બનાવશો - એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી બેગ્સ નાખો. તેને બે મિનિટ પછી કાઢી લો અને પીવો. 
 

જીરા ની ચા - તેમા કૈલોરીની માત્રા ઓછી હોય છે. જે વજન ઘટાડીને વેટ લોસમાં મદદરૂપ છે. 
 
કેવી રીતે બનાવશો - ગરમ પાણીમાં જીરુ નાખીને ઉકાળી લો. હવે મધ કે લીંબૂનો રસ નાખીને પીવો. 

તજની ચા - તેમા રહેલ પોલીફેનોલ્સ કૈલોરી બર્ન કરીને વજન ઘટાડે છે.  
 
કેવી રીતે બનાવશો - ઉકળતા પાણીમાં ચા ની પત્તી, તજ પાવડર અને દૂધ નાખો. તેને પાંચ મિનિટ સુધી ઉકાળો અને ગાળીને પીવો. 

ઝિંઝર ટી - તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે વજન ઓછુ કરવામાં ફાયદાકારક છે. 
કેવી રીતે બનાવશો - હવે ઉકળતા પાણીમાં આદુન ટુકડા, તુલસીના પાન નાખીને પાંચ મિનિટ ઉકાળો તેને ગાળીને મધ નાખીને પીવો. 

બ્લેક ટી - તેમા રહેલ પોલીફેંલ્સ ફૈટ ઓછી કરીને વેટ લોસમાં મદદ કરે છે. 
કેવી રીતે બનાવશો - પાણીને ઉકાળીને તેમા ચા ની પત્તી નાખો. તેને થોડીવાર ઉકાળીને ગાળી લો અને સર્વ કરો. 
 
જાણો બ્લેક ટી પીવાના ફાયદા 
 
બ્લેક ટીમાં કેલોરી ઓછી હોય છે. તેને પીધા પછી ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 
 
અટેક રિસ્ક ઓછુ - રોજ 2-3 કપ બ્લેટ ટી પીવાથી ચા નહી પીનારાઓની તુલનામાં હાર્ટ અટેકનો ખતરો 70 ટકા ઓછો રહે છે. 
 
દાંત સુરક્ષિત - ચા માં ફ્લોરાઈડ અને ટેનિન્સ હોય છે. જે દાંતમાં પ્લાક જમા થવા દેતા નથી. તેનાથી દાંત સુરક્ષિત રહે છે. 
 
હાડકાની મજબૂતી - ચા માં લાભકારી ફાયટોકેમિકલ્સ હોય છે. બ્લેક ટી પીનારાઓના હાંડકા વધુ મજબૂત હોય છે. 
 
મળે છે એનર્જી - ચા થી એનર્જી તો મળે જ છે પણ ઈનડાઈજેશન કે હૈડેક નથી થતુ અને ઉંઘ પણ ડિસ્ટર્બ નથી થતી.