ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 12 માર્ચ 2016 (18:33 IST)

પેટ અને કમરની ચરબી ઘટાડવી છે તો આટલી વાતો ધ્યાન રાખો

જાડાપણુ ઘણી બધી પરેશાનીઓને જન્મ તો આપે જ છે સાથે જ આ આપણા શરીરને બેડોળ અને ભદ્દુ પણ બતાવે છે. પેટ અને ગરદન વધવુ એ જાડાપણાનુ લક્ષણ છે.  ખાવા પીવાની અને ઉઠવા બેસવાની ખોટી આદતોને કારણે આપણા શરીર ચરબીનો શિકાર થાય છે.   શરીરમાં સૌ પહેલ ચરબી આપણા પેટ કમર અને હિપ્સ પર જામવી શરૂ થાય છે અને ધીરે ધીરે આ ચરબી હાથ-પગ અને ગરદન પર આવવા માંડે છે.  
 
પુરૂષોની સામે મહિલાઓ વધુ જાડાપણાનો શિકાર થાય છે. ખૂબ જ ઓછી સ્ત્રીઓ વધતા વજન પર કંટ્રોલ કરે શકે છે.  પ્રેંગ્નેસી પછી સ્ત્રીઓ મોટાભાગે જાડી થઈ જાય છે.  આ ઉપરાંત દરેક સમયે કંઈકને કંઈક ખાતા રહેવાની ટેવ, તળેલી વસ્તુઓ ખાવી, મીઠાઈઓનું વધુ સેવન અને ઓછો શારીરિક શ્રમ કરનારી મહિલાઓ પોતાનુ વજન વધારી લે છે. જે આરોગ્ય અને સુંદરતા માટે યોગ્ય નથી. 
 
જો આપણે આપણા શરીરને લઈને થોડા કેયરિંગ થઈ જઈએ તો જાડાપણુ આપમેળે જ દૂર થઈ જશે. બસ થોડી વાતોનુ ધ્યાન રાખી લો. 
 
- પ્રસવ પછી 40 દિવસ પેટને બેલ્ટથી બાંધીને રાખવાથી પેટ વધતુ નથી.  તેથી આ દિવસો દરમિયાન પેટને ટાઈટ બાંધી રાખો.  ઠંડા પાણીને બદલે કુંણુ પાણી પીવો. 
 
- ઘણા બધા લોકો એવા છે જે ભોજન કરીને તરત જ ઘણુ બધુ પાણી પે લે છે. પણ આ રીત ખોટી છે.  જમ્યા પછી એકથી બે કલાક પછી જ પાણી પીવુ જોઈએ.  તેનાથી પેટ અને કમર પર ચરબી ચઢતી નથી અને જમવાનુ પણ પચી જાય છે. 
 
- ચપાતી, ભાત અને બટાકાની માત્રાને ઓછી રાખો. ખાસ કરીને ડિનર સમયે. લીલા શાકભાજી અને કાચા સલાદનુ સેવન વધુ કરો. 
 
- સમગ્ર અઠવાડિયામાં એક દિવસ ફક્ત દૂધ અને ફળનુ જ સેવન કરો. 
 
- જેટલી ભૂખ હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવ. તેનાથી પેટ વધતુ નથી અને ગેસ પણ થતી નથી. પેટમાં ગેસ થવાને કારણે પેટ ફૂલીને બહાર નીકળી આવે છે. 
 
- વ્યાયામ કરવુ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે વર્કઆઉટ કરવાથી શરીરમાંથી ચરબી પરસેવા દ્વારા બહાર નીકળે છે. 
 
- સવારે ખાલી પેટ એક ગ્લાસ તાજુ અને કુણા પાણીમાં 2 ચમચી મઘ મિક્સ કરીને પીવાથી પણ થોડાક જ દિવસમાં જાડાપણું ઘટવા માંડે છે. 
 
- પાતળા થવા માટે દૂધ અને દેશી ઘીનું સેવન બંધ ન કરશો. તેનાથી શરીરમાં નબળાઈ, શુષ્કતા, ગેસ, સાંધાનો દુખાવો વગેરે અનેક ફરિયાદો થવા માંડે છે. એક્સરસાઈઝની સાથે દૂધ-ઘીનુ સેવન કરતા રહો. આવુ કરવાથે તમારુ વજન નહી વધે. 
 
- સવારે ટોયલેટ ગયા પછી 15 મિનિટ યોગાસન જરૂર કરો. આવુ કરવાથી શરીર સ્ફૂર્તિલુ રહે છે અને વજન ઘટવા માંડે છે. 
 
-ભોજનમાં ઘઉંના લોટને બદલે જવ-ચણાના લોટની રોટલી લેવી શરૂ કરી દો. 10 કિલો ચણાના લોટમાં 2 કિલો જવનો લોટ મિક્સ કરીને દળાવી લો અને આની રોટલી ખાવ. તેનાથી પેટ અને કમર જ નહી પણ સમગ્ર શરીરની ચરબી ઓછી થઈ જશે.