શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

કોપરેલના ફાયદા

N.D
- શરદીમાં સૂકા અને ફાટેલા હોઠ પર સવાર-સાંજ કોપરેલ લગાવો, હોટમાં ચીરા નહી પડે.

- ફાટેલી એડીને માટે રાત્રે સૂતાં પહેલા પેટ્રોલિયમ જેલીની સાથે કોપરેલની માલિશ કરો. સવારે કુણા પાણીથી પગને ધોઈ લો.

- દાગ-ધબ્બાની ચિંતા છે તો તમે અડધી ચમચી કોપરેલમાં અડધા લીંબૂનો રસ નીચોવી ચહેરા અને કોણી પર રગડો. પછી કૂણા પાણીથી ધોઈ લો.

- આંખોનો મેકઅપ સાફ કરવા માટે કોટન બોલ પર થોડુ કોપરેલ નાખો અને હળવે હાથે આખોને સાફ કરો.

- કોપરેલથી સ્નાન પહેલા અને સ્નાન કર્યા પછી પણ માલિશ કરી શકાય છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર રહેશે.