ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર : બ્રેસ્ટ કેંસરથી બચવાના ઉપાય

P.R
બ્રેસ્ટ કેન્સર અર્થાત્ સ્તન કેંસર મહિલાઓમાં થનારી એક ભયાનક બીમારી છે. જોકે એક ભ્રમ છે કે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓમાં જ થાય છે. પણ પુરુષોમાં પણ આ બીમારીની સંખ્યા વધી રહી છે. કોઇપણ પ્રકારના કેન્સરથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, જાગૃતતા. ભારતમાં મહિલાઓ આજે પણ પોતાના સ્વાસ્થ્યને લઇને જોઇએ તેટલી સજાગ નથી માટે અહીં આવા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઇ રહી છે.

ડૉક્ટરો અનુસાર મહિલાઓ અને પુરુષોમાં થતાં આ કેન્સરના વાસ્તવિક કારણો તો નથી જાણી શકાયા પણ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ હોર્મોનલ કે આનુવંશિક કારણોથી થાય છે.

- સ્તન કેન્સર કોઇપણ ઉંમરે થઇ શકે છે. પણ 40 વર્ષની ઉંમર બાદ તે થવાની સંભાવના વધી જાય છે.
- જો તમારા કુટુંબમાં કોઇને કેન્સર થયેલું હોય તો 40 વર્ષની ઉંમર પછી વર્ષમાં એકવાર તપાસ અચૂક કરાવતા રહેવું.
- જો તમે ધૂમ્રપાન કે માદક પદાર્થોનું સેવન કરો છો તો પણ તમારામાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

બ્રેસ્ટ કેન્સરથી બચવા માટેના કેટલાંક ઘરેલું નુસખા : -

કાળા મરી : કાળા મરીમાં પુષ્કળ માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે માટે તે કોઇપણ પ્રકારના કેન્સર સામે તમને સુરક્ષા પૂરી પાડે છે. તે એન્ટી કેન્સર આહાર ગણાય છે.

લસણ : લસણમાં પણ એન્ટિઓક્સિડેન્ટ્સની ઘણા પ્રમાણમાં હોય છે જેથી આ પણ એન્ટી કેન્સર આહાર મનાય છે. તે કાર્સિનોજેનિક કમ્પાઉન્ડને બનતું રોકે છે અને કેન્સર સામે શરીરની સુરક્ષા કરે છે.

લીલી ચા : લીલી ચા પોતાના ઔષધિય ગુણો માટે જાણીતી છે. તે વિવિધ પ્રકારના કેન્સર સામે તમારી સુરક્ષા કરે છે. દરરોજ લીલી ચાના સેવનથી કેન્સરના સેલ બનવાના બંધ થઇ જાય છે. દિવસમાં 3વાર લીલી ચા પીવાથી શરીરમાં સંપૂર્ણપણે કેન્સરના સેલ બનવાની સંભાવના સમાપ્ત થઇ જાય છે.

હળદર : ખાવામાં વપરાતી આ સામાન્ય વસ્તુનો ઉપયોગ અચૂક કરો કારણ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે બહુ ગુણકારી હોય છે. હળદરમાં સર્કુમીન(curcumin) નામનું ફાઇટોન્યૂટ્રિયેન્ટ હોય છે જે સર્વાઇકલ કેન્સર સામે શરીરને સુરક્ષા પૂરી પાડે છે.

કેન્સરથી બચવાના આનાથી સરળ ઉપાય બીજા કયા હોઇ શકે! ઉપરની તમામ સામગ્રીઓ તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે.