ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર - સ્વાસ્થ્ય અને ત્વચા માટેનું સુપર ફ્રૂટ છે નારિયેળ

P.R
નારિયેળ એક સુપર ફ્રુટ ગણાય છે કારણ કે તે સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની દ્રષ્ટિએ સારું હોય છે. નારિયેળનું પાણી, પલ્પ, દૂધ અને તેલને વાપરી શકાય છે. સૌંદર્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો નારિયેળની સરખામણી અન્ય કોઇ ફળ સાથે ન કરી શકાય. આવો જાણીએ કે ચહેરો નિખારવા અને ડાઘા, ધબ્બા દૂર કરવા નારિયેળનો પ્રયોગ કઇ રીતે કરી શકાય...

ડેડ સ્કિન દૂર કરશે -

1 ચમચી નારિયેળ તેલ કે નારિયેલનો પલ્પ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આને 2-3 મિનિટ માટે ચહેરા પર ઘસો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો.

1 ચમચી નારિયેળ પાણી અને પીસેલી દાળ લઇ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ રહેવા દઇ સ્ક્રબ કરો. તમારી સ્કિન હાઇડ્રેટ થઇ જશે અને તેમાં કસાવ આવશે.

મોઇશ્ચ્યુરાઇઝર -

રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી તમારા ચહેરા પર ઘસો. આવું થોડા દિવસો સુધી કરવાથી ચહેરા પરથી બધા ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો હાઇડ્રેટ થશે તેમજ તેમાં નમી પણ આવશે.

લીંબુના રસના થોડા ટીપાં સાથે નારિયેળનું થોડું પાણી મિક્સ કરી ચહેરા અને શરીર પર લગાવો. આનાથી ત્વચામાં નમી આવશે તથા કસાવ પણ આવશે. જેનાથી તમારી ઉંમર ઓછી દેખાશે. સ્નાન કર્યા બાદ તમારા શરીર પર નારિયેળનું દૂધ લગાવો અને 15 મિનિટ પછી ધોઇ લો. આનાથી શરીરમાં પ્રભાવી રૂપે નમી આવશે અને રંગ પણ નીખરશે.

ખીલ

શું તમારા ચહેરા પર પુષ્કળ માત્રામાં ખલ છે? ખીલથી પડેલા ડાઘાને સાફ કરવા માટે રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી લગાવો. આવું અનેક દિવસો સુધી કરવાથી ચહેરા પરના ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો બિલકુલ સાફ થઇને ચમકવા માંડશે.