શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપચાર-1

N.D
- રોજ સવારે ઉઠીને તુલસીના પાંચ પાન ધોઈને ખાવા,

- ગીલોએ બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. ગિલોએની એક ફુટ લાંબી ડાળનો ભાગ, તુલસીના પાંચ-છ પાનની સાથે 15 મિનિટ સુધી ઉકાળો. સ્વાદને અનુસાર સિંધાલુણ કે સાકર ભેળવો. નવાય્પ થાય એટલે આ ઉકાળાને પીવો. આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે.

- મહિનામાં એક કે બે વખત કપૂરની ગોળીને પાણીને સાથે ગળી જાવ. બાળકોને કેળામાં કે બાફેલા બટાકામાં ભેળવીને પણ આપી શકો છો. આ ગોળી ઋતુમાં એક વખત કે મહીનામાં એક જ વખત લેવી.

- લસણની બે કડીને રોજ સવારે ખાલી પેટ નવાયા પાણી સાથે લેવી. આનાથી પણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

- રાત્રે સુતી વખતે હળદરનું દૂધ અવશ્ય પીવો.