બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

આટલુ અજમાવી જુઓ

N.D
- ગરમા ગરમ સેકેલા ચણા ખાવાથી શરદીમાં આરામ થાય છે
- કૂકરની અંદરનો ભાગ કાળો પડી ગયો હોય તો તેમા એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો કટકો નાખી એક સીટી વગાડી લેવી
- જો બે કાચના ગ્લાસ એકબીજામાં ફસાય ગયા હોય તો તેને થોડીવાર ફ્રિજમાં મુકી દો, સહેલાઈથી નીકળી જશે
- તાંબાના વાસણને સાફ કરતા પહેલા તેના પર મીઠુ લગાડેલ લીંબુ ઘસો, વાસણ ચમકી જશે
- વાસણો પરના સ્ટીકર કાઢવા માટે નેલપોલિસ રિમુવર લગાડો
- પનીરના શાક માટે પનીરન તળવાને બદલે તેને ઉકળતા પાણીમાં નાખો તે પોચુ રહેશે.
- ખીર કે દૂધપાક ચોંટે નહિ તે માટે વાસણમાં એક સિક્કો અથવા રકાબીને ઉંધી મૂકી દો.