શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

જોડિયા ઘરો માટે વાસ્તુ

N.D
આજકાલ રહેઠાળ યોજનાઓમાં એક જ લાઈનમાં એક સરખા મકાનો કે ડુપ્લેક્ષ મકાનનું વધારે પ્રચલન છે. કોલોનાઈઝર્સ દ્વારા એક જ જમીનમાં બે કે તેનાથી વધારે મકાન બનાવી દેવામાં આવે છે.

આ જમીનના બધા જ મકાનો માટે પાઈપ લાઈન, સેપ્ટિક ટેંક, જમીનમાં પાણીની ટાંકી, ચાર દિવાલો વગેરે સહિયારુ હોય છે. જોડીયા મકાન ખરીદનારને સહિયારી વાતોને લીધે ઉત્પન્ન અસુવિધાઓના લીધે નુકશાન ભોગવવું પડે છે. જુદી જુદી દિશાઓમાં આવેલ જોડીયા મકાનોમાં વાસ્તુ, વાસ્તુદોષ અને વાસ્તુ નિવારણ નીચે મુજબ છે.

પુર્વોન્મુખી જોડીયા મકાનોમાં વાસ્તુદોષ -

મકાનનો મુખ્ય દ્વાર ઈશાન ખુણામાં હોય તો શુભ માનવામાં આવે છે.
મકાનમાં જમીનની પાણીની ટાંકી અગ્નિ ખુણામાં હોય તો અશુભ રહે છે.
મકાન માટે સેપ્ટિક ટેંક જો નૈઋત્ય ખુણામાં હોય તો તે પણ અશુભ ફળ આપે છે.
મકાનનું રસોડુ જો ઉત્તર દિશામાં હોય તો તે પણ અશુભ ફળ આપે છે.
મકાનમાં બાળકોનો રૂમ પુર્વ ઈશાન ખુણામાં હોય તો શુભ ફળ આપે છે.
મકાનમાં બેડરૂમ વાયવ્ય ખુણામાં હોય તો આ મકાન તે વ્યક્તિઓને સારૂ ફળ આપે છે, જેમના કાર્યની પ્રવૃત્તિ ખાસ કરીને યાત્રા કરવાની હોય છે. જો મકાનના માલિકનું કાર્ય આવું ન હોય તો બેડરૂમ અશુભ ફળ આપે છે.
મકાનમાં પુર્વ તેમજ ઉત્તરમાં વધારે પડતી જગ્યા ખાલી હોય છે, જે વાસ્તુ સમ્મત છે અને શુભ ફળ આપનાર છે.

સૌજન્ય : વાસ્તુ અને જ્યોતિષ