બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

ઘરની શોભા વધારે અરીસો ...

-અરીસો આપણા શણગારને વધારવાની સાથે સાથે ઘરની શોભા પણ વધારે છે. વાસ્તુને અનુસાર જો અરીસો યોગ્ય જગ્યાએ લાગેલ હોય તો સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવા માટે મદદ કરે છે પરંતુ જો તે ખોટી જગ્યાએ લાગેલ હોય તો નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશનું કારણ બની શકે છે.

-વાસ્તુને અનુસાર અરીસાને ક્યારેય પણ બેડરૂમની અંદર ન લગાવવો જોઈએ. ડ્રેસિંગ ટેબલમાં જો અરીસો હોય તો તેને પુર્વ કે ઉત્તરમાં રાખવો.

-જો રૂમ નાનો હોય તો રૂમમાં મોટો અરીસો લગાવો તેનાથી તમારો રૂમ વધારે ખુલ્લો દેખાશે.

-જ્યારે તમે તમારા ડાઈનીંગ હોલમાં અરીસો લગાવડાવો ત્યારે તેને દિવાલોની સામે લગાવો તેનાથી રૂમનું અજવાળુ ઘણું વધી જશે.

-ક્યારેય પણ બે અરીસાને સામ-સામે ન લગાવશો તેનાથી તમારી મુશ્કેલીઓ વધી જશે.

-રૂમને ફ્રેશ લુક આપવા માટે અરીસાની સામે ફૂલોનું કુંડુ કે પોટ મુકી દો આને અરીસામાં જોવાથી તે ડબલ દેખાશે અને તમારો રૂમ પણ ફ્રેશ લાગશે.