શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

તમારા રૂમને શણગારો ફૂલો વડે

W.D
તમે તમારા ઘર અને ઓફીસને પ્રભાવી બનાવવા માંગતા હોય તો એવી સજાવટ કરો કે જે જીવંત થઈને તમારા ભાવને પ્રગટ કરે. પ્રકૃતિથી જોડાયેલ તમારૂ મન જુદા જુદા રંગોની કલ્પના કરે છે તો તેને માટે ફૂલોથી વધીને શું હોઈ શકે? તો આવો જાણીએ ફૂલોની ગોઠવણી વિશે-

* જો તમે તમારા રૂમમાં લાંબી સજાવટનો પ્રયોગ કરી રહ્યાં હોય તો લાંબા ફૂલોનો પ્રયોગ કરો. જેવા કે રજનીગંધા, ગ્લેડુઆઈ, ડેલફિનિયમ તેમજ ટ્યુબરોજેસ વગેરે જેવા ફૂલો.

W.D
* ફૂલોના ગુચ્છા તમારી સજાવટમાં સમૃદ્ધિ લાવે છે એટલા માટે તમે જો રિચ લુક આપવા માંગતા હોય તો આ ખુબ જ સારો વિકલ્પ છે. આ ગુચ્છા એક જ ફૂલના કે જુદા જુદા ફૂલોના પણ તમે રાખી શકો છે કેવા કે ગુલાબ, કાર્નેશન, ઝરબેરી, લિલી, જીનિસ તેમજ સેવંતી વગેરેને તમને ગમતાં હોય તે અનુસાર પસંદ કરી શકો છો. જ્યાં કંઈ ખાલી ખાલી લાગતું હોય ત્યાં ફૂલ અને તેની પાંદડીઓ મદદગાર સાબિત થાય છે. જેવી રીતે ફર્ન, એસ્ટર અને અન્ય પ્રકારની ડાળીઓ.

* પસંદ કરેલ ફૂલોને અનુસાર તમે સજાવટ કરી શકો છો જેમકે એક લાંબા પાતળા વાંસમાં એક ગુલાબની કળીને સજાવીને પણ રાખી શકો છો કે પછી પહોળા પોટમાં ઘણાં બધા ફૂલોને બાંધીને રાખી શકો છો. આને ટેબલના સેંટરપીસની જેમ પ્રયોગ કરો.