મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

બ્યુટિ ટિપ્સ - મેકઅપ વગર જ ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ

P.R
તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઇ જાય છે. આજકાલ માર્કેટમાં એટલી બધા ક્રીમ અને લોશન ઉપલબ્ધ છે પણ બધા બેકાર. જો તમારે તમારા ડાર્ક સર્કલ હટાવવા હોય તો બજારું ક્રીમ વાપરવાના છોડી દો અને તમારી દિનચર્યામાં સુધારો લાવો. આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર કયા છે.

કારણો -
થાક
તણાવ
વૃદ્ધત્વ
બીમારી
વારસાગત
ઊંઘની ઊણપ
વિટામિનની ઉણપ

ઘરેલું ઉપચાર -
- રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.
- દરેક વ્યક્તિ માટે 8 કલાકની ઊંઘ બહુ જરૂરી છે અને ખાસકરીને એ લોકો માટે જેમને ડાર્ક સર્કલ્સ છે.
- ક્યારેય કોઇપણ પ્રકારના ક્રીમ આંખો નીચે કે આંખોની આસપાસ વધારે સમય સુધી લગાવેલા ન રાખો.
- કાકડીની સ્લાઇસને આંખો પર 15-20 મિનિટ માટે મૂકી રાખો અને પછી તેને દૂર કરી ગરમ પાણીથી ધોઇ લો.
- બટાકા અને કાકડીના રસને સરખી માત્રામાં મિક્સ કરો અને તેમાં રૂના ટૂકડાને બોળી આંખો પર 20 મિનિટ સુધી રાખો. આંખોને ઠંડા પાણીથી ધોઇ લો.
- આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો જ્યુસ દિવસમાં બેવાર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.
- ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઇ શકે છે.
- સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો. આનાથી અચૂક લાભ મળશે.
- મધ અને ઈંડાના સફેદ ભાગને લઇને તમારી આંખોના ડાર્ક સર્કલ પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.