શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા પર્વ
Written By
Last Modified: સોમવાર, 11 ઑગસ્ટ 2014 (15:20 IST)

શુ સાચે જ આપણે સ્વતંત્ર છીએ ?

શુ આપણે આઝાદ છીએ. નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી. આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ. સરદાર પટેલે ગાઁઘીજીને લખ્યુ હતુ કે તમને ભાગલા અંગે સમજાવવુ સરળ નથી. જવાબમાં ગાઁઘીજીએ કહ્યુ હતુ કે - કોંગ્રેસ માત્ર થોડાક નેતાઓની નથી. અર્થાત સ્વતંત્રતાના સપનાઓની સાથે ઉત્પન્ન નેતાઓના વિચારોનો વિરોધાભાસ આજના નેતાઓમાં નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે. 
 
15 ઓગસ્ટ 1947ના રોજ અમારા રાષ્ટ્ર નિર્માતોએ જે વિચાર્યુ હતુ તે તો ખબર નહી. પણ કદાચ આ તેમના સપનાનુ ભારત નથી. જ્યારે એક ખેડૂત કોઈ મહાજન પાસેથી પોતાની જમીન પાછી લઈ લે તો તે ખુશ થાય છે, પણ તે એ નથી જાણતો કે તેના પુત્રો એ જ જમીન માટે પરસ્પર લડશે. આપણા ક્રાંતીવીરો એ જ ખેડૂત છે અને આજના નેતાઓ અને નોકરશાહ તેમના પુત્રો. 
 
આજે ત્યારે અફસોસ થાય છે જ્યારે આપણા નેતા આઝાદી પહેલાની પ્રશાસનિક વ્યવસ્થાને આજથી ઉત્તમ બતાવે છે. કદાચ ગુલામ ભારતમાં અધિકારી પોતાના કર્તવ્ય પ્રત્યે વધુ ઈમાનદાર હતા. આજે તો ક્લર્કથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને પ્રતિભાઓનુ દબાવવા ભાઈલાઓ રાજનેતા બની ગલીઓમાં ફરી રહ્યા છે. આમને હટાવવા હવે કોઈ મહાત્મા નહી આવે, કારણકે તેમને રોકવા માટે હજારો હાથ પહેલાથી જ હાજર છે. 
 
આપણે આજે પણ ગુલામ છે થોડાક નેતાઓના.. 
 
થોડાક ઓફિસરો અને તેમના ચમચાઓના...
 
શુ આવી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવવો જોઈએ ખરો.