શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

મારા બે હથિયાર : મીડિયા અને વોટ

ભીંકા શર્મા અને ગાયત્રી શર્મા

સ્ટાર પ્લસના ડેલી સો 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી'માં તુલસીનુ પાત્ર ભજવનારી વહુ સ્મૃતિ ઈરાની હવે રાજનીતિના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સચિવની ભૂમિકા ભજવી રહી છે. તુલસીના રૂપમાં દરેક સાસુની લાડૅલી વહુ કે દરેક વહુની સખી સ્મૃતિ ઈરાને બીજેપીને માટે જનતા પાસેથી કેટલા વોટ મેળવી શકશે, આ એક પ્રશ્ન છે. રાજનીતિ કે નાના પડદા પર ભૂમિકાઓ નિભાવનારી સ્મૃતિ ઈરાનીના જીવન સાથે સંકળાયેલા કેટલાક આવા જ પ્રશ્નો પર અમે તેમની સાથે એક ખાસ મુલાકાત લીધી.

પ્રશ્ન - શુ કારણ છે કે ક્યોકિમાં 'તુલસી'ના પાત્ર એ ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી ?
નસીબ, કારણ કે મહેનત તો બધા જ કરે છે. ઘણા ઓછા લોકો હોય છે જેમનુ નસીબ ચમકે છે. મને લાગે છે કે મેં મહેનત કરી અને પ્રભુએ મને તેમનો આશીર્વાદ આપ્યો અને આના ફળસ્વરૂપે તુલસી તમારા સૌની વ્હાલી બની ગઈ.

પ્રશ્ન - એવુ કયુ કારણ છે જેના કારણે આપ રાજકારણમાં આવ્યા પછી આજે પણ તુલસીના રૂપમાં જ ઓળખ ધરાવો છો ?
જે પાત્ર મેં પોતે જ ભજવ્યુ છે, તેનાથી હુ જુદી કેવી રીતે થઈ શકુ છુ. આજના સમયમાં કોઈ પણ મહિલા માટે રાખી સાવંતની ગ્લેમરસ છબિથી અલગ એક ભારતીય વહુની છબિમાં સતત 8 વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કરતા રહેવુ એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એ કામ મેં કર્યુ છે અને સફળતાનો રસ ચાખ્યો છે, જે પાત્રએ મને આટલી ઊંચાઈઓ પર પહોંચાડી, હુ વળી એનાથી અલગ કેવી રીતે થઈ શકુ છુ.

પ્રશ્ન - તુલસીનની 'ક્યોકિ..'માંથી અચાનક નીકળી ગયા પછી તમારા પ્રશંસકોની શુ પ્રતિક્રિયા રહી હતી ?
એક કલાકારના નાતે મને એ વાતની ખુશી છે કે તેમણે પોતાનો પ્રેમ એક સીરિયલ સુધી જ સીમિત નથી રાખ્યો. સીરિયલ ચાલી ત્યારે તો તેમણે પ્રેમ આપ્યો પરંતુ સીરિયલ બંધ થયા પછી પણ તેમને પોતાનો પ્રેમ યથાવત રાખ્યો. આજે પણ હું જ્યા જઉ છુ ત્યાં લોકો મને સન્માન આપે છે. મારો આદર કરે છે.

પ્રશ્ન - શુ કારણ છે કે મોટાભાગના અભિનેતા ફિલ્મો કે સીરિયલોમાં નસીબ અજમાવ્યા પછી રાજનીતિના અખાડામાં ઉતરી જાય છે ?
એ તો તમે એ કલાકારોને પૂછો જેમને માટે રાજનીતિ બીજો વિકલ્પ છે. હુ એક સ્વયંસેવકના પરિવારમાં જન્મેલી અને ઉછરેલી છુ તેથી મારા માટે આ બધુ નવુ કે અજુગતુ નહોતુ.

પ્રશ્ન - જો સ્મૃતિ ઈરાની ટીવી કલાકાર ન હોતી તો શુ હોતી ?
નિશ્ચિત રૂપે કે સ્વયંસેવક જ હોત.

પ્રશ્ન - પર્સનલ જીવનમાં સ્મૃતિ અને તુલસીમાં શુ સમાનતાઓ છે ?
જે સંસ્કારોની પરિભાષા 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી'એ લખી હતી એ સંસ્કારોને આપણે રોજ આપણા પરિવારમાં જીવતા આવ્યા છે તેથી લોકોને મારા આ પાત્રમાં સહજતા વધુ લાગી અને એક્ટિંગ ઓછી. મારા પરિવારના સંસ્કારો અને રહેણી-કરણીને જોતા અને જાણતા મારે માટે આ પાત્ર ભજવવુ વધુ મુશ્કેલ નહોતુ. 'તુલસી અને સ્મૃતિ'માં ફરક એટલો હતો કે એ તુલસીના વાળ સફેદ હતા અને મારા કાળા છે. આ સાથે જ 'ક્યોકિ..'ની તુલસી મંદિરાને પચાવી શકે છે પરંતુ 'સ્મૃતિ' પોતાના જીવનમાં આવી કોઈપણ વ્યક્તિને સહી શકતી નથી.

પ્રશ્ન - આજકાલ ચૂંટણી સભાઓમાં ચપ્પલ-જૂતા ઉછળવા સામાન્ય વાત થઈ ગઈ છે. તેની પાછળ શુ કારણ છે, જનતાનો આક્રોશ, બીજાનુ અનુકરણ કે વિરોધી પાર્ટીની કે ચાલ ?
આની પાછળ એક જ કારણ છે અને એ છે બીજાનુ અનુકરણ કરીને પોતે એક જ મિનિટમાં મીડિયામાં પ્રકાશિત થઈ જવુ. જનતા દ્વારા વિરોધ કરવાની આ એક જ રીત નથી, બીજી ઘણી રીતો છે.

કોઈ પણ આ વાતનુ સમર્થન નહી કરે કે તમે વડીલો સાથે કે સન્માનીય વ્યક્તિઓ સાથે દુર્વ્યવ્હાર કરે. હુ માનુ છુ કે તમારો વોટ અને મીડિયા દ્વારા ઉઠેલો તમારો અવાજ આ બંને પ્રકારથી સારી કોઈ ત્રીજો પ્રકાર તમારો પક્ષ મૂકવા માટેનો નથી હોઈ શકતો. મને તો આ બે જ પ્રકાર પર વિશ્વાસ છે એક આપણો ઉઠેલો અવાજ, અને બીજો આપણો કિમતી વોટ.

પ્રશ્ન : વેબદુનિયાના પાઠકોને તમે શુ સંદેશ આપવા માંગશો ?
આવનારી લોકસભા ચૂંટણી ખૂબ જ મહત્વની છે. તમારો એક વોટ દેશના ભવિષ્યને બદલી સકે છે. હુ જાણુ છુ કે કડક તાપ છે, પરંતુ મારી વિનંતી છે કે આપ સૌ પોતાના પરિવારની સાથે ઘરની બહાર નીકળો અને મતદાન કરો.