શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 28 એપ્રિલ 2008 (18:43 IST)

ભજ્જી પર આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ

કોચ રાજપૂતને થયો દંડ, શ્રીસંથને આપી ચેતાવણી

PTIPTI

નવી દિલ્હી. ગરમમગજનના ઓફ સ્પિનર હરભજનસિંહ પર ટીમ ઇંડિયાના એમના સાથી ખેલાડી અને ઇંડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના બોલર એસ.શ્રીસંથને થપ્પડ મારવાના આરોપસર આજે સોમવારે આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આઇપીએલનામેચ રેફરી ફારુખ એંજીનિયર દ્વારા હાથ ધરવામાં આવેલી આઈપીએલ શિસ્ત સુનાવણીમાં શ્રીસંતને થપ્પડ(લાફો) મારવા બદલ હરભજનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તેઓને લેવલ-4.2 મુજબ દોષિત જાહેર કરાયો, લેવલ 4.2 સાથી ખેલાડીને શારીરિક નુકશાન કરવા બદલ સંબંધિત છે. તદ્દ ઉપરાંત ત્રીજી મેચ પછી મેચ ફી પણ જપ્ત કરી લેવામાં આવી છે.

હરભજને તપાસ પંચ સમક્ષ પત્ર રજૂ કર્યો હતો. તેણે શ્રીસંતની લાગણી દુભાવતા તેના કૃત્ય બદલ માફી પણ માંગી હતી. ઓફ સ્પીનરે પહેલાં જ મીડિયા સમક્ષ શ્રીસંતને તમાચો માર્યો હોવાનું કબુલ્યું છે.

સાથી ખેલાડીને તમાચો મારવો એ ચોથા સ્તરનો અપરાધ છે અને તે બદલ આજીવન પ્રતિબંઘ કે ઓછામાં ઓછી પાંચ ટેસ્ટ કે 10 વન ડેનો પ્રતિબંધ લદાય શકે છે. આ પહેલાં બીસીસીઆઈએ હરભજન થપ્પડ પ્રકરણની તપાસ માટે એડવોકેટ સુધીર નાણાવટીની કમિશ્નર તરીકે નિમણુંક કરી હતી.

ક્રિકેટ બોર્ડે આજે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રિકેટ બોર્ડે હરભજનની પુછપરછ કરવા માટે અને આ પ્રકરણની પ્રાથમિક તપાસ માટે સુધીર નાણાવટીની કમિશ્નર તરીકે નિમણુંક કરી છે. તપાસ પંચ 15 દિવસમાં બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારને તેનો અહેવાલ સુપ્રત કરશે.

હરભજને કેસની સુનાવણી બાદ કહ્યું કે, મારાથી જે ભુલ થઇ ગઇ તેની મને સજા મળી ગઇ છે. અને શ્રીસંતતો મારો ભાઇ જેવો છે, અને અમારે આગળ પણ ભારતના માટે સાથે રમવાનું છે.

હરભજન આ પહેલા પણ વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન પણ ભજ્જી ઓલરાઉંડર એંડ્રયૂ સાઇમંડ્સ પર જાતિકિય ટિપ્પણી કરીને આરોપી બન્યો હતો.