મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By ભાષા|

રાજસ્થાનને માથે આઈપીએલનો તાજ

મુંબઈ. રવિવારે રાત્રે રાજસ્થાન રોયલ્સની શાનદાર જીતની સાથે યુસુફ પઠાણના પણ ભાગ્યના દરવાજા ખુલી ગયા હતાં. રાજ્સ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ પર ત્રણ વિકેટથી જીત નોંધાવીને ઈંડિયન પ્રીમીયર લીગની પહેલી ચેમ્પીયન બની ગઈ હતી.

કહેવાય છે કે ભાગ્ય તેમને જ મદદ કરે છે, જે કર્મવીર હોય છે, અને રવિવારની રાત્રે ભાગ્ય કદી હારન માનનારા યૂસુફ પઠાનની સાથે હતુ, જેમની ચમત્કારિક રમતને કારણે રાજસ્થાન રોયલ્સ અહીં દિલના ધબકારા થમાવી દેનારા ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ પર 3 વિકેટે વિજય નોંધાવતા ઈંડિયન પ્રીમિયર લીગની પહેલી ચેમ્પિયન ટીમ બની ગઈ.

'મેન ઓફ ધ મેચ' સિવાય સર્વાધિક છક્કા લગાવનારો પુરસ્કાર મેળવનારા યૂસુફ પઠાને પહેલા બોલિંગમાં પોતાની કમાલ બતાવી અને માત્ર 22 રન આપીને ચેન્નઈ સુપર કિંગ્સના ટોચના ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા. આમ છતાં ચેન્નઈએ સુરેશ રૈના(43), પાર્થિવ પટેલ(38) અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની (અણનમ 29) ના ઉપયોગી યોગદાનને કારણે પાંચ વિકેટે 163 રન બનાવ્યા.

રૈનાને આ વાતનો હંમેશા અફસોસ રહેશે કે જ્યારે પઠાન 13 રન પર હતા, ત્યારે આ ખતરનાક બેટ્સમેન નો કેચ કેવી રીતે છૂટી ગયો. પઠાને આનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 39 બોલ પર 56 રનનો દાવ રમીને આઈપીએલના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સનુ નામ અમર કરી દીધુ.

સોહેલ તનવીરે છેલ્લી બોલમાં વિજયી રન બનાવીને રોયલ્સનો સ્કોર સાત વિકેટે 164 રન પર પહોચાડ્યો. . આઈપીએલની બોલીમાં સૌથી ઓછી કિમંત પર વેચાયેલી રાજસ્થાન રોયલ્સને શેન વોર્ને અજેય બનાવી દીધી. જ્યારે ટીમને જીત મળી, ત્યારે તેઓ એક છેડેથી બેટિંગ કરી રહ્યા હતા.

યૂસુફ પઠાન તે સમયે આઉટ થઈ ગયો, જ્યારે ટીમને જીત માટે 14 બોલમાં 21 રનની જરૂર હતી. છેલ્લી બે ઓવરમાં 18 રન બનાવવાના હતા.
હતા. મખાયા નતિનીની 19મી ઓવરમાં દસ રન બન્યા, જેમા વોર્નના ચોક્કાનો સમાવેશ થાય છે.

હવે રમત છ બોલ અને આઠ રન પર નિર્ભર હતી. લક્ષ્મીપતિ બાલાજીની પહેલી ત્રણ બોલ પર બે રન બનાવ્યા, પરંતુ આગલી બોલ વાઈડ પડી અને એક રન પણ મળી ગયો. ચોથી બોલ પર એક અને પાઁચમી બોલ પર બે રન બનાવીને સ્કોરને લેવલ પર લાવ્યા હતા. બોલિંગમાં સૌથી વધુ વિકેટ મેળવીને 'પરપલ કેપ' મેળવનાર તનવીરે કવર પર વિજયી રન લઈને 45 દિવસ સુધી ચાલનારી સ્ટોરીનો રોમાંચક અંત લાવ્યા.