શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 14 મે 2021 (15:31 IST)

Jio ની મોટી જાહેરાત હવે દર મહીના ફ્રીમાં વાત કરી શકશે જિયોના ગ્રાહક

દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની રિલાયંસ જિયો તેમના તે જિયોફોન ગ્રાહકોને 300 મિનિટ મફત આઉટગોઈંગ કૉલિંગની સુવિધા આપશે જે ગ્રાહક લૉકડાઉન કે બીજા કારણોથી રિચાર્જ નહી કરાવી શકી રહ્યા છે. વગર રિચાર્જ કર્યા જિયોફોન ગ્રાહક હવે 10 મિનિટ દરરોજ તેમના મોબાઈલ પર વાત કરી શકશે. 10 મિનિટ દરરોજના હિસાબે કંપની દર મહીને 300 મિનિટ આઉટગોઈંગ કૉલિંગની સુવિધા આપશે. આવો જાણીએ તેની વિશે વિસ્તારથી 
 
ઈનકમિંગ કૉલ પહેલાની રીતે જ મફત રહેશે. કંપનીની જાહેરાત કરી છે કે આ સુવિધા મહામારીના સમયે ચાલૂ રહેશે. તેનાથી કરોડો જિયોફોન વપરાશકર્તાઓને ફાયદો પહોચશે. દેશના વધારેપણુ રાજ્યોમાં લૉકડાઉન લાગ્યો છે. લોકો ઘરોમાં બંદ છે. તેથી મોબાઈલ રિચાર્જ કરાવવો મુશ્કેલ થઈ ગયો છે. રિલાંયસ જિયોએ જિયોફોન ગ્રાહકોને આ અસુવિધાથી કાઢવા માટે આ રજૂઆત કરી છે. કંપનીએ કહ્યુ કે મહામારીના સમયે કંપની આ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે સમાજનો વંચિત વર્ગ મોબાઈલથી કનેક્ટેડ રહે.. જે જિયોફોન ગ્રાહક મોબાઈલ રિચાર્જ કરી શકે છે. તેમના માટે રિલાયંસ જિયોની પાસે એક ખાસ પ્લાન છે. જિયોફોનના દરેક રિચાર્જ પર કંપની તેની કીમતનો એક એક્સ્ટ્રા પ્લાન મફત આપશે એટલે કે જિયોફોન ગ્રાહક 75 રૂનો 28 દિવસની વેલિડીટીના પ્લાન રિચાર્જ કરે છે તેને 75 વાળા જ એક વધુ પ્લાન મફત મળશે જેને ગ્રાહક પ્રથમ રિચાર્જ પૂરા થયા પછી ઉપયોગ કરી શકશે. રિલાયંસ ફાઉંડેશન લોકોને મોબાઈલ નેટવર્કથી જોડાઈ રાખવા માટે રિલાયંસ જિયોની સાથે મળીને કામ કરી રહ્યો છે.