મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2015 (12:11 IST)

મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ વગર પણ ટીવી જોઇ શકાશે

પબ્‍લિક બ્રોડકાસ્‍ટર પ્રસાર ભારતી સ્‍માર્ટફોન્‍સ પર લોકોને ટીવી ચેનલ્‍સ બતાવવાના એક પાયલટ પ્રોજેક્‍ટ પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે તેમાં ઈન્‍ટરનેટ કે ટેલીકોમ બ્રોડબેન્‍ડનો ઉપયોગ નહીં થાય. પ્રસાર ભારતીની યોજના દ્વારા દર્શકોને અત્‍યાર સુધીની સૌથી વધુ સંખ્‍યામાં વગર ઈન્‍ટરનેટે ટીવી ચેનલ્‍સ લોકોના સ્‍માર્ટફોન સુધી પહોંચાડવાની છે.

   પ્રસાર ભારતીના સીઈઓ જવાહર સરકારે જણાવ્‍યા અનુસાર, ‘જ્‍યારે દુનિયા ટેરેસ્‍ટેરિયલથી સેટેલાઈટ તરફ જઈ રહી છે તો દુરદર્શન પાછળ કેમ રહે? હવે આગળ વધવાનો એકમાત્ર રસ્‍તો નવી ટેક્‍નોલોજી સાથે હાલનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપયોગ કરવાનો છે.'

   તેની શરૂઆતમાં પ્રસાર ભારતીની યોજના લગભગ ૨૦ ફ્રી-ટુ-એર ચેનલની એક બુકે તૈયાર કરવાની છે. તેમાં ડીડીના ટોપ ચેનલ્‍સ ઉપરાંત મોટા પ્રાઈવેટ બ્રોડકાસ્‍ટર્સની લોકપ્રિય ફ્રી-ટૂ-એર ચેનલ્‍સ પણ સામેલ થશે. તેનો હેતુ નવા જમાનાના વ્‍યૂઅર્સ સાથે જોડાવાનો છે, જે પોતાનો દ્યણો સમય સ્‍માર્ટફોન અને ટેબલેટ પર વિતાવે છે. સરકારે જણાવ્‍યું હતું કે, પ્રસાર ભારતીને આ લક્ષ્ય હાંસલ કરવા માટે માત્ર પોતાનું હાલનું માળખું અપગ્રેડ કરવાનું રહેશે. તેમણે કહ્યું હતું કે, ઈન્‍સ્‍ટોલ્‍ડ ટ્રાન્‍સમીટર્સની એક મોટી સંખ્‍યા છે, જેનો ઉપયોગ ડિજિટલ સિગ્નલને સીધા એક્‍સટર્નલ ડોંગલ કે ઈનબિલ્‍ટ ચીપ દ્વારા મોકલવા કરી શકાય છે. જેમ ફોન પર એફએમ રેડિયો સાંભળી શકાય છે તેવી જ રીતે આ સિસ્‍ટમ પણ કામ કરશે.