મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (17:37 IST)

જન્માષ્ટમી પર શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે બીજુ પણ છે ખાસ..

શનિવારે 5 સપ્ટેમ્બરના રોજ આખી દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. જ્યોતિષિય ગણના મુજબ આ વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ 5,241 વર્ષના થઈ જશે. જ્યોતિષશાસ્ત્રની ગણના મુજબ આ વર્ષે જન્માષ્ટમીના અવસર પર કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. આવો જોઈએ આ વર્ષે જન્માષ્ટમી પર ક્યા ક્યા ખાસ અને સારા યોગ બની રહ્યા છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ આ વખતે વધુ ભવ્ય રહેશે. કારણ કે આ વર્ષે જન્માષ્ટમીના દિવસે આખો દિવસ અષ્ટમી તિથિ અને લગભગ પુરો સમય રોહિણી નક્ષત્રનો યોગ બન્યો રહેશે.  જેનાથી જયંતી યોગ બન્યો છે. આ યોગે જન્માષ્ટમીના દિવસને વધુ ખાસ બનાવી દીધુ છે.   આ યોગ સાથે બીજા ખાસ યોગ બની રહ્યા છે. 
 
જયંતી યોગ સાથે જ આ વખતે જન્માષ્ટમીના દિવસે બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ.  જ્યોતિષશાસ્ત્રી માને છે કે આ ત્રણે યોગોનુ એક સાથે હોવુ ખૂબ જ દર્લભ હોય છે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દ્રશ્ય ગણિત મુજબ આ દિવસે અડધી રાત્રે 12.26 વાગ્યાથી રોહિણી નક્ષત્ર અને 3:56 વાગ્યાથી અષ્ટમી તિથિ શરૂ થશે. રોહિણી નક્ષત્ર છ સપ્ટેમ્બર અડધી રાત્રે 12.10 વાગ્યા સુધી અને અષ્ટમી તિથિ સવારે 3.02 વાગ્યા સુધી રહેશે. 
 
જ્યોતિષાચાર્ય પંડિત કામેશ્વર નાથ ચતુર્વેદી બતાવે છે કે અનેક દસકો પછી રોહિણી નક્ષત્ર અને અષ્ટમી જન્મના દિવસે લગભગ આખો દિવસ સાથે રહેશે. આ દુર્લભ યોગથી જયંતી યોગ બની રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રમાના વંશજ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પહેલા 11.51 વાગ્યે ચંદ્રમાનો ઉદય સોને પે સુહાગા ની જેમ છે. 
 
આ વખતની જન્માષ્ટમીની સૌથી સારી વાત એ છે કે આ વખતના યોગ દ્વાપરમાં શ્રીકૃષ્ણ જન્મના સમય સાથે મળી રહ્યા છે. ભગવાન સૂર્ય નારાયણના દક્ષિણયાન હોવુ, ઉત્તર ગોલ, વર્ષા ઋતુ, ભાદ્ર પદ, કૃષ્ણ પક્ષ અષ્ટમી, રોહિણી નક્ષત્ર, વૃષ રાશિના ચંદ્રમાં, જન્મ સમયે વૃષ લગન, સિંહ રાશિ સૂર્ય, કન્યા રાશિના રાહુ અને મીન રાશિના કેતુનો સંયોગ આ વખતે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મના સમયે બની રહ્યો છે.