શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. જન્માષ્ટમી વિશેષ
Written By વેબ દુનિયા|

જન્માષ્ટમીનું ઉદ્દેશ્ય

W.D

પાપ અને શોકના દાવાનળથી ધગધગતા આ જગતના તળમાં ભગવાને પદાર્પણ કર્યું. આ વાતને આજે પાંચ સહસ્ત્ર વર્ષ થઈ ગયાં. તેઓ એક મહાન સંદેશ લઈને પધાર્યા. ફક્ત સંદેશ જ નહિ બીજુ પણ લાવ્યા. તેઓ એક નવું સૃજનશીલ જીવન પણ લાવ્યા હતાં. તેઓ માનવપ્રગતિમાં નવા યુગની રચના કરવા માટે આવ્યા હતાં. આ જીર્ણ-શીર્ણ રક્તપ્લાવિત ભૂમિમાં સપનાઓ લઈને આવ્યાં હતાં. જન્માષ્ટમીના દિવસે તે જ સપનાઓની સ્મૃતિમાં મહોત્સવ ઉજવવામાં આવે છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં મધુર-મુરલીના મોહક સ્વરમાં કુરૂક્ષેત્ર યુદ્ધક્ષેત્રમાં (ગીતા રૂપમાં) સૃજનશીલ જીવનનો તે સંદેશ સંભળાવ્યો જે નામ-રૂપ, રૂઢિ તેમજ સાંપ્રદાયિકતાથી પર છે. રણાંગણમાં અર્જુનને મોહ થયો હતો. ભાઈ-બંધુ, મિત્ર, કુટુંબ-પરિવાર, આચાર-વ્યવહાર અને કિર્તિ અપકિર્તિ આ બધા જ નામરૂપી તો છે. શ્રીકૃષ્ણને અર્જુનને આ બધાથી ઉપર ઉઠવા માટે કહ્યું વ્યષ્ટિથી ઉઠીને સમષ્ટિ સુધી એટલે કે સનાતન તત્વ તરફ અને જવાનો ઉપદેશ આપ્યો. તે જ સનાતન તત્વ આત્મા છે ' તત્વમસિ '!

મનુષ્ય તુ આત્મા છે! પરમાત્મા પ્રાણ છે! મોહ રજ્જુ સાથે બંધાયેલ ઈશ્વર છે! ચૌરાસીના ચક્કરમાં પડેલો ચૈતન્ય છે! શું આ જ ગીતના ઉપદેશનો સાર નથી?