શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. જ્યોતિષ 2011
Written By વેબ દુનિયા|

પુષ્ય નક્ષત્ર : શુ ખરીદશો અને ક્યારે

N.D
ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46 કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે સર્વોત્તમ છે. આ ઉપરાંત નવા વર્ષના ચોપડા નોંધાવવા અને વાહનોની પૂજા માટે પણ સારો યોગ છે.

આ વર્ષે પહેલીવાર ગુરૂ પુષ્ય સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ આસો વદ આઠમને દિવસે આવી રહ્યુ છે. તેથી તેનુ મહત્વ વધી ગયુ છે. ધનતેરસ પહેલા આવો સંયોગ પડવાથી લોકોને ખરીદી અને નવા કાર્ય કરવાની સરસ તક મળી ગઈ છે. બજારમાં આ સમય ખરીદીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ગ્રાહકોમાં ઘણો ઉત્સાહ છે. સોનાના ભાવમાં વધારો થવાની આશંકાથી લોકો અત્યારથી જ એ દિવસે સોનુ ખરીદવાનુ બુકિંગ પણ કરી રહ્યા છે. પડિતોના કહેવા મુજબ આ દિવસ સોનુ, પ્રોપર્ટી ખરીદવા માટેનો યોગ્ય સમય છે પરંતુ નવા વાહનોની ખરીદી માટે આ યોગ શુભ નથી. નવા વાહનોની ખરીદી માટેનો ઉત્તમ સમય આગામી ૧૪મી નવેમ્બર પછી નો છે

ગ્રાહકોને લલચાવવા માટે દુકાનદારો ઘણી ઓફર લાવ્યા છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ખરીદી કરવા માટે લોકોએ બુકિંગ શરૂ કરી દીધુ ચ્ચે. આ વખતે હાઉસ એપ્લાએંસેઝની માંગ વધુ છે. આ ઉપરાંત એલસીડી, એલઈડી ટીવી, લેપટોપ, ડિઝિટલ કેમેરાની સાથે સાથે સેલફોનનુ બુકિંગ પણ વધુ પ્રમાણમાં છે.

આ દિવસે એક સાથે શનિ ગુરૂ અને આઠમનો યોગ છે. ગ્રહોના કુપ્રભાવને દૂર કરવા માટે મંદિરમાં જઈને આરાધ્ય દેવની પ્રાર્થન કરો.

ગુરૂ પુષ્ય સર્વ સિદ્ધિ યોગ - પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૂવારે હોય છે તો ગુરૂ પુષ્ય યોગ વધે છે. ગુરૂવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે. જ્યારે કે પુષ્ય શનિનું નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રોના રાજા છે. ગુરૂ અને શનિનો મેળાપ આ મિલનથી અમૃતસિદ્ધિનો યોગ બને છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કામ પુર્ણ રૂપે સિદ્ધિ અપાવે છે. ખરીદી માટે આ દિવસ ખૂબ જ શુભ હોય છે.