શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. જ્યોતિષ 2011
Written By વેબ દુનિયા|

વેલેંટાઈન દિવસને રોમાંટિક બનાવો

મંગળને જોઈને મનાવો પ્રેમ દિવસ

N.D
ઋતુરાજ વસંત આવતા જ ધીરે ધીરે વસંતની ખુશનુમા લહેર વહેવા માંડે છે. જે જનજીવનને વિવિધ પ્રકારના રંગ-બિરંગી ફૂલોથી મહેકાવે છે. વસંતની આ બહારમાં પ્રકૃતિ દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલ રંગ-બિરંગી ફુલ યુવા મનને લલચાવે છે.

વેલેંટાઈન ડે મનને ઉત્સાહિત કરનારો હોય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક નવયુવક અને યુવતીઓ પોતાના પ્રેમ સંબંધોને મધુર અને ખુશનુમા બનાવવા માટે જુદા જુદા પ્રકારના ઉપહાર ખરીદે છે.

વેલેંટાઈન ડે આ દિવસ સંત વેલેંટાઈન જે રોમમાં એક ચર્ચમાં પાદરી હતા તેમના નામ પરથી મૂકવામાં આવ્યો છે. વેલેંટાઈને એ દેશના સમય મુજબ લોકોને પ્રેમ અને લાગણીનો સંદેશ આપ્યો. જે આજકાલ ભારતમાં પણ લોકપ્રિય છે.

N.D
અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ 14 ફેબુરારીનો દિવસ પ્રેમ અને લાગણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનો સરવાળો 1 + 4 =5 થાય છે. કાળ મુજબ પુરૂષની કુંડલીમાં 5મું ઘર પ્રેમનુ ઘર હોય છે. અર્થાત અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ આ દિવસ પ્રેમ અને લાગણીને વધારવાનુ હોય છે. આ દિવસને ખુશનુમા બાનવવા માટે પ્રણવ પ્રેમીઓને પોતાના પ્રેમ સંબંધોમાં ગુલાબના ફૂલ કે ગુલાબી રંગનો પ્રયોગ કરવો જોઈએ.

તમે તમારા ઘરને આજે ગુલાબી રંગથી સજાવી શકો છો અને પહેરવાના વસ્ત્રોમાં લાલ રંગના કપડાં કે પોશાક લાલ રંગનો પ્રયોગ કરશો તો પ્રણય સંબંધોમાં આનંદ અને પ્રગાઢતા વધશે.

ગુલાબી અને લાલ રંગ, પ્રેમ, ઉત્સાહ અને ઉર્જાનુ પ્રતિક છે. બીજી બાજુ આ રંગ પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લાવનારો છે. પુષ્પ કોમળતા અને આકર્ષણનુ પ્રતિક છે.

પ્રેમ અને લાગણી બાબતોમાં લાલ ગુલાબ અને ગુલાબી રંગ ખૂબ જ વિશેષ છે. પરંતુ મેષ અને વૃશ્ચિક રાશિ સહિત જે જાતકોની કુંડલીમાં લાલ ગ્રહ મંગળ યોગ્ય સ્થાન પર છે. તેમને પ્રેમ અને લાગણીના બાબતે ઈચ્છિત સફળતા મળતી રહે છે. પરંતુ મંગળની સ્થિતિ પ્રતિકૂળ થવાથી આ સંબંધોમાં તનાવ અને કડવાશ આવી શકે છે.

આ વેલેંટાઈન ડે ને ખુશનુમા બનાવવા માતે ગુલાબી રંગ અને ગુલાબના ફૂલોનો પ્રયોગ કરો. જે મધુરતાને વધારનારો સાબિત થશે. પરંતુ વસ્ત્રોમાં ડાર્ક અને કાળા રંગનો પ્રયોગ નુકશાનપ્રદ સાબિત થઈ શકે છે.