ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. જ્યોતિષ 2011
Written By વેબ દુનિયા|

15મી જૂનનાં ચંદ્રગ્રહણથી કેવી રીતે બચશો ?

15 જૂને ચદ્રગ્રહણ થવાનુ છે. આ ગ્રહન બહા લોકોના કાર્યક્ષેત્ર અને બિઝનેસ પર અસર કરશે. જો આ ગ્રહણ પર તમે તમારા પ્રોફેશન મુજબના ઉપાયો કરશો તો તેનાથી તમારા વેપાર કે કાર્ય પર થનારું નુકશાન અટકાવી શકશો. તમારા પ્રોફેશન કે બિઝનેસ મુજબના ઉપાયો -
N.D


- સરકારી કર્મચારી, રાજનેતા, ફોરેસ્ટ વિભાગ, દવાના વેપારી, સોની, ઠેકેદાર કે હ્રદયરોગના ડોક્ટર, આ લોકોએ પોતાના પ્રોફેશન મુજબ આ ગ્રહણ પર તાંબાના વાસણમાં ઘઉં ભરીને દાન કરો.

- જો તમે ચાંદીનો બિઝનેસ કરનારા, મનોચિકિત્સક, પાણી સાથે સંબંધિત વ્યવસાય કે ઉદ્યોગવાળા, ટ્રેવલ એજંટ, પ્લાસ્ટિકના વેપારી, ફૂડ પ્રોડક્ટ્સવાળા, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ચોખા, અનાજના વેપારી છો તો તમારે આ ગ્રહણ પર શિવલિંગને ગાયના કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ.

- પ્રોપર્ટીઝ બ્રોકર, જેંટ્સ અને લેડિસ બ્યુટી પાર્લર, વકીલ, કૂક, બ્લડ બેંકમાં કામ કરનારા, સર્જન, ધારદાર વસ્તુઓ અને હથિયાર બનાવનારા ગ્રહણ પર હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો લગાવે.

- વીમા એજંટ, એકાઉંટેંટ, દલાલ, કમીશન એજંટ, લેખક, પ્રકાશક, અધ્યાપક, એંજીનિયર, કુરિયર સર્વિસ, બેંક કર્મચારીઓએ આ ગ્રહણ પર ગાયને ઘાસ ખવડાવે,

- બેંક, શિક્ષા સાથે સંકળાયેલા લોકો, જજ, જ્યોતિષી, ધર્મ શિક્ષક, કંસલ્ટેટ્સ, મેનેજમેંટનુ કામ કરનારા લોકો કોઈ મંદિરમાં પીળા કપડામાં ચણાની દાળનુ દાન કરે.

- ઈલેક્ટ્રોનિક્સનુ કામ કરનારા, ફિલ્મ, ટીવી, નાટક અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો,જાહેરાત એજંસીઝ, બ્યુટી પાર્લર, મોડેલિંગ, ફેશન વેપાર, ફૂલોના વેપારી, આર્કિટેક્ટ, અંતર અને સુગંધિત દ્રવ્ય, સૌદર્ય પ્રસાધનન વેપારી કે ઉદ્યોગપતિ વગેરે લોકોએ મંદિરમાં સફેદ કપડામાં ચોખાની સાથે રૂ અને ઘી નુ દાન આપવું જોઈએ.

- રબર ઉદ્યોગ, ડેંટિસ્ટ, સફાઈ સાથે સંબંધિત કાર્ય કરનારા, ખેતીના ઉપકરણ વેચનારા, પેટ્રોલિયમ પદાર્થોના વેપારી, ખનેજ એંજીનિયરિંગ, લેબરના ઠેકેદાર, ધાતુ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓના વ્યવસાયીઓએ હનુમાન મંદિર, શનિ દેવ કે ભૈરવ મંદિરમાં તેલનો દિવો લગાવવો જોઈએ.