ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (01:10 IST)

રાશિ ચક્રનુ સંપૂર્ણ વિજ્ઞાન, જાણો બધા તથ્ય

જ્યારે પણ આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ કે જેનાં વિચારો આપણા વિચાર સાથે મેળ ખાય છે, ત્યારે આપણે એક સવાલ જરૂર પુછીએ છીએ કે તમારી રાશિ શુ છે ?' અને જ્યારે કોઈની રાશિ આપણી રાશિ જેવી જ  હોય ​​છે, ત્યારે એવી ખુશી થાય છે કે જાણે બ્રહ્માંડે આપણને બંનેનો મેળાપ કરાવવાનો પ્રયાસ કર્યો હોય.
 
આપણને  કહેવામાં આવ્યું છે કે આપણી જન્મ તિથિ એ બતાવે છે કે આપણુ રાશિ ચક્ર શુ હશે અને એ જ એક માણસના જીવનના દરેક પહેલુને નિયંત્રિક કરે છે.. 
 
ઉદ્દેશ્ય - 
 
રાશિ ચક્રનો શુ છે ઉદ્દેશ્ય  અને શા માટે તે આટલા બધા લોકો માટે આટલુ ખાસ છે? વૈજ્ઞાનિકોના મતે તારાઓ અને નક્ષત્રો સૂર્ય અને ચંદ્રની સાથે એકત્રીકરણ છે જે સમગ્ર જીવન દરમિયાન આપણા વ્યવ્હાર પર અસર કરે છે.
 
શુ આ સાચે જ કામ કરે છે ? 
 
મોટાભાગના લોકોને લાગે છે કે હા, તે કામ કરે છે અને તે સાચે જ આપણું ભવિષ્ય બતાવે છે, ખાસ કરીને આવનારા દિવસોની સમસ્યાઓ અને તેનો નિપટારો કેવી રીતે કરવો! પરંતુ કેટલાક સમજદાર લોકો એવું પણ માને છે કે રાશિચક્ર દરેક માણસના મુજબ નહી પણ માણસના આચરણને દર્શાવે છે. 
 
મનુષ્યભિન્ન ભિન્ન હોવા છતાં  લગભગ સમાન જ હોય છે અને દરેક વ્યક્તિનો પરિસ્થિતિ પ્રમાણે લગભગ વ્યવ્હાર પણ સમાન હોય છે. તેથી એવું લાગે છે કે જાણે રાશિમાં કહેલી દરેક વાત સાચી છે! 
 
સત્ય શું છે 
 
જ્યારે પણ આપણને આ વિચારવું પડે છે કે રાશિચક્રમાં લખેલી વાત અને જીવનમાં બનેલી ઘટનાઓ સંબંધ શુ છે તો આપણે આપણા ભૂતકાળ પર નજર કરીએ.  હવે આ તો માનવ સ્વભાવ અને વિચાર પર નિર્ભર કરે છે કે આપણે બે વસ્તુઓને કેવી રીતે જોડીએ છીએ અને કોઈ પણ ગ્રહો તેના વિશે કશું કહી શકતા નથી! હવે રાશિફળમાં સંયોગની સંભાવનાઓ વધુ છે કારણ કે આ દુનિયામાં 600 કરોડ લોકો છે અને સંયોગવશ ઘણા લોકો ઘણી વાતો એક જેવી જ કરશે ! અને એવું લાગે છે કે રાશિચક્રની વાત સાચી સાબિત થઈ !
 
ચાલાક મગજવાળા લોકોએ આ માનસિકતાનો ફાયદો ઉઠાવ્યો અને આવા કેટલાક સાધનો વિકસાવ્યા, જેના દમ પર  પર તેઓ આપણું ભવિષ્ય કહેવાનો દાવો કરે છે. ક્રિસ્ટલ બોલ્સ, ટેરોટ કાર્ડ્સ, ફોર્ચ્યુન કૂકીઝ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને, કેટલાક લોકો આપણને એવો વિશ્વાસ અપાવી દે છે કે તેમનો સંપર્ક અલૌકિક શક્તિઓ સાથે છે અને તેઓ આપણું ભવિષ્ય બતાવી  શકે છે. નોસ્ટ્રાડેમસનું ઉદાહરણ લો જેણે જેલની દિવાલો પર પોતાની ભવિષ્યવાણી લખી હતી. તેમની એક ભવિષ્યવાણી, જે અમેરિકામાં થયેલા 26/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા સાથે સંકળાયેલી હતી, તેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું!  અને ત્યારબાદ બધા દોડી પડ્યા એ જાણવા માટે કે દુનિયાનુ ભવિષ્ય શું છે. 
 
રાશિચક્ર તરફ આકર્ષણ
 
સમાજ અને આપણા મનમાં રાશિ ચક્રનુ આટલુ મહત્વ આ કારણે પણ છે કારણ કે ક્યાક ને ક્યાક તે મનુષ્યના આંતરિક મનના એ ભાગને સ્પર્શે છે જે આપણા બધામાં રહેલો છે. અને આપણે બધાએ અનુભવ કર્યો.  હા, આજનું જ્યોતિષ અને રાશિચક્ર માત્ર પૈસા કમાવવાનું સાધન બની ગયું છે.
 
જો તમે ધ્યાનથી જોશો તો કેટલીક વસ્તુઓ દરેક રાશિમાં સમાન હશે. ઘણા લોકો માને છે કે પૃથ્વી સપાટ છે અને પાછળથી જાણવા મળ્યું કે તે બકવાસ છે, પૃથ્વી ગોળ છે! એ જ રીતે, જ્યોતિષ અને રાશિનું પોતાનું મહત્વ છે, તેમની પાછળ એક તર્ક છે, પરંતુ તે આપણા દૈનિક જીવનના દરેક ભાગને કાબુમાં રાખી શકે છે આ બેકારની વાત છે. 
 
આપણે એક સમજદાર પેઢીનો ભાગ છીએ, સરળતાથી બેવકૂફ નથી બની શકતા
 
- આપણે આપણી વિચારસરણી અને વિચારોના તથ્યો અને તેની ઉપયોગિતાના તાકાત પર આધારિત કરવી જોઈએ. એવું વિચારીને કે આવતીકાલનો સમય દુ ખ લાવી શકે છે, આપણે આપણી આજ કેમ બગાડીએ. 
 
- જિંદગી જીવનનું નામ છે, ડર વગર જીવવું એ જ જીવન ! તમામ સમય જ્યોતિષ અને રાશિ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો એ સમયનો બગાડ છે.
 
- સમજદાર બનો અને તમે આ વાત પર ધ્યાન આપો કે કેવી રીતે તમે તમારુ અને તમારા સમાજનુ ભલુ  કેવી રીતે કરી શકો છો અને એક હાસ્ય અને ખુશીથી ભરેલુ જીવન જીવી શકો છો.