ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: લખનઉ , સોમવાર, 6 એપ્રિલ 2009 (14:23 IST)

નફીસા લખનઉથી સપાની ઉમેદવાર

નફીસા લખનઉથી સપાની ઉમેદવાર

ભૂતપૂર્વ મિસ ઈન્ડીયા, ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નફીસા અલી રવિવારે લખનઉ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર જાહેર કરવામાં આવી છે.

સપાના નવનિયુક્ત મહાસચિવ અને ફિલ્મ અભિનેતા સંજય દત્ત તથા અમરસિંહે અહીં પત્રકાર પરિષદમાં નફીસા અલીના લખનઉ સીટથી ઉમેદવાર હોવાની જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં સંજય દત્તે કહ્યું કે તે આ સીટથી પાર્ટીના જાહેર ઉમેદવાર હતાં તેથી તેમનો આ વિશેષાધિકાર બને છે કે નવા ઉમેદવારને જાહેરાત તેઓ જ કરે. અમરસિંહના આમ કહ્યાં બાદ સંજય દત્તે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ પરંપરાગત સીટથી નફીસા અલીના નામની જાહેરાત કરી.

સંજય દત્તે કહ્યું કે, તેમની પત્ની માન્યતાએ નફીસા અલીનું નામ સુચવ્યું હતું જેણે પાર્ટીએ માની લીધુ. ચૂંટણી રાજનીતિમાં આવેલી નફીસા લોકસભાની 2004 ની ચૂંટણીમાં દક્ષિણ કોલકાતા સીટથી કોંગ્રેસની ઉમેદવાર હતી. તેણે કોંગ્રેસ સાથે નાતો તોડ્યો અને હવે તે સપાની ઉમેદવાર છે.

સંજય દત્તને સુપ્રીમ કોર્ટથી ચૂંટણી લડવાની મંજૂરી ન મળ્યાં બાદ સમાજવાદી પાર્ટીને આ સીટથી ઉમેદવાર નક્કી કરવામાં થોડો સમય લાગ્યો. એ માનવામાં આવી રહ્યું છે કે, ગત ત્રણ એપ્રિલના રોજ રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ, લોક જનશક્તિ પાર્ટી અધ્યક્ષ રામ વિલાસ પાસવાન અને સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની ઉપસ્થિતિમાં ઉમેદવારના નામની જાહેરાત થશે. સપાના સુત્રોએ કહ્યું કે ઉમેદવાર તરીકે ફિલ્મ અભિનેત્રી નગ્મા સહિત કેટલાક અન્ય નામો પર પણ ચર્ચા થઈ.

લખનઉ લોકસભા સીટ પર ત્રીજા ચરણમાં 30 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે તથા અહીં નામાંકનની પ્રક્રિયા ગત બે એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. બહુજન સમાજ પાર્ટીના પ્રત્યાક્ષી ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અખિલેશ દાસે ફોર્મ ભર્યું હતું. તે ગત વર્ષે કોંગ્રેસથી ત્યાગપત્ર આપીને બસપામાં શામેલ થયાં હતાં. તે પાર્ટીના રાજ્યસભાના સદસ્ય પણ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલજી ટંડન મંગળવારે પોતાનું નામાંકન દાખલ કરશે.

દરમિયાન કોંગ્રેસ સચિવ પરવેઝ હાશમીએ કહ્યું છે કે નફીસા અલી લખનઉ સીટથી ટીકિટ ઈચ્છી રહી હતી. પણ પાર્ટી કોઈ સ્થાનીય વ્યક્તિને ઉમેદવાર બનાવવા ઈચ્છતી હતી.