શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: કોલકાતા , શુક્રવાર, 3 એપ્રિલ 2009 (11:33 IST)

CPMનાં ચુંટણી પ્રચારમાં નેનો સામેલ

CPMનાં ચુંટણી પ્રચારમાં નેનો સામેલ

પશ્વિમ બંગાળમાં વિપક્ષી તૃણમુલ કોંગ્રેસના પ્રભાવને ઓછો કરવા અને પાર્ટીની ઉદ્યોગવિરોધી છબીને નાબુદ કરવા માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારમાં નેનો અને પ્રદેશના ઔદ્યોગિકરણનાં વિષયને પ્રમુખતાથી ઉપાડ્યો છે.

પ્રદેશમાં વિભિન્ન સ્થાનો પર પોતાના ચુંટણી પ્રચારમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ નેનો મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નેનો યોજના રાજ્યમાં આવી હોત તો 6 હજાર લોકોને નોકરી મળી હોત, અને બીજા ઘણી પ્રકારનાં રોજગારીનાં અવસર પણ પેદા થયા હોત.

પોતાની સરકારની ઉદ્યોગ સમર્થક છબી રજુ કરતા સીપીએમ નેતાએ કહ્યું કે પ્રદેશ સરકારનાં ઔદ્યોગિકરણ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે હંમેશા નકારાત્મક રાજનીતિ તરફ માર્ગ જામ કરી દીધા છે.

તો બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલે ડાબેરીઓનાં પાછલા રેકોર્ડ પર પ્રશ્ન ઉભા કર્યા અને આશ્વર્ય પ્રગટ કર્યુ કે પશ્વિમ બંગાળ એક સમય ઉદ્યોગના મામલામાં નંબર એક પ્રદેશ ગણાતો હતો તથા ડાબેરીઓના શાસનકાળ દરમિયાન પ્રદેશનું એ ગૌરવ કેમ નષ્ટ થઈ ગયું.