શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By વેબ દુનિયા|

ચૂંટણી કાર્યક્રમ, ક્યાં ક્યારે મતદાન

લોકસભાની 543 બેઠકો યોજાનાર પાંચ તબક્કાની ચૂંટણીમાં પહેલા તબક્કે 124 બેઠકો, બીજા તબક્કે 141 બેઠકો, ત્રીજા તબક્કે 107 બેઠકો, ચોથા તબક્કે 85 બેઠકો તથા પાંચમા તબક્કે 86 બેઠકો માટે મતદાન કરાશે. જેમાં એક તબક્કામાં 22 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ, બે તબક્કામાં 8 રાજ્યો, ત્રણ તબક્કામાં 2 રાજ્યો, ચાર તબક્કામાં 1 તથા પાંચ તબક્કામાં 2 રાજ્યોની ચૂંટણી યોજાશે.

આંધ્રપ્રદેશ
આંધ્ર પ્રદેશની 42 બેઠકો માટે બે તબક્કામાં મતદાન કરાશે. જેમાં 16મી એપ્રિલે 22 બેઠકો માટે જ્યારે 23મી એપ્રિલે 20 બેઠકો માટે મતદાન કરાશે.

અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. 16મી એપ્રિલે આ 2 બેઠકો માટે મતદાન કરાશે.

આસામ
આસામની 14 બેઠકો માટે બે તબક્કામાં મતદાન કરાશે. જેમાં પ્રથમ દિવસે 16મી એપ્રિલે 3 બેઠકો માટે તથા 23મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન યોજાશે.

બિહાર
બિહારની 40 બેઠકો માટે ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં 16મી એપ્રિલે 13 બેઠકો માટે, 23મી એપ્રિલે 13 બેઠકો માટે, 30મી એપ્રિલે 11 બેઠકો તથા 7મી એપ્રિલે 3 બેઠકો માટે મતદાન કરાશે.

ગોવા
ગોવાની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી થશે. 23મી એપ્રિલે આ 2 બેઠકો માટે મતદાન કરાશે.

ગુજરાત
ગુજરાતની 26 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 30મી એપ્રિલે આ માટે મતદાન કરાશે.


હરિયાણા
હરિયાણાની 10 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જે માટે 7મી મેના રોજ મતદાન કરાશે.

હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશની ચાર બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે અને પાંચમા તબક્કે એટલે કે 13મી મેના રોજ મતદાન કરાશે.

જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરની છ બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 16મી એપ્રિલે 1 બેઠક, 23મી એપ્રિલે 1 બેઠક, 30મી એપ્રિલે 1 બેઠક, 6મી મેએ 1 બેઠક તથા 13મી મેએ છેલ્લા તબક્કે 2 બેઠકો માટે મતદાન કરાશે.

કર્ણાટક
કર્ણાટકની 28 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જેમાં બીજા તબક્કે 23મી એપ્રિલે 17 બેઠકો તથા ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

કેરાલા
કેરાલાની 20 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. જે માટે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશની 29 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. જેમાં બીજા તબક્કે 23મી એપ્રિલે 13 બેઠકો માટે તથા ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 16 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની 48 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 16મી એપ્રિલે 13 બેઠકો, 23મી એપ્રિલે 25 બેઠકો તથા 30મી એપ્રિલે 10 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

મણીપુર
મણીપુરની 2 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે, જેમાં 16મી એપ્રિલે 1 બેઠક તથા 23મી એપ્રિલે 1 બેઠક માટે મતદાન કરાશે.

મેઘાલય
મેઘાલયની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. જે માટે 16મી એપ્રિલે મતદાન કરાશે.




મિઝોરમ
મિઝોરમની એક બેઠક માટે 16મી એપ્રિલે મતદાન કરાશે

નાગાલેન્ડ
નાગાલેન્ડની એક બેઠક માટે પ્રથમ તબક્કે એટલે કે 16મી એપ્રિલે મતદાન કરાશે.

ઓરિસ્સા
ઓરિસ્સાની 21 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કે 16મી એપ્રિલે 10 બેઠકો તથા બીજા તબક્કે 23મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

પંજાબ
પંજાબની 13 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. ચોથા તબક્કે 7મી મેએ 4 બેઠકો તથા પાંચમા અને છેલ્લા તબક્કે 9 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

રાજસ્થાન
રાજસ્થાનની 25 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે જે માટે ચોથા તબક્કે એટલે કે 7મી મેએ મતદાન કરવામાં આવશે.

સિક્કિમ
સિક્કિમની એક બેઠક માટે ત્રીજા તબક્કે 30મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.

તામિલનાડુ
તામિલનાડુની 39 બેઠકો માટે પણ એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પાંચમા અને છેલ્લા તબક્કે 13મી મેએ મતદાન કરાશે.

ત્રિપુરા
ત્રિપુરાની 2 બેઠકો માટે એક તબક્કે ચૂંટણી યોજવામાં આવશે. જે માટે બીજા તબક્કે 23મી એપ્રિલે મતદાન કરાશે.

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની 80 બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે 16મી એપ્રિલે 16 બેઠકો, બીજા તબક્કે 23મી એપ્રિલે 17 બેઠકો, ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 15 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 18 બેઠકો તથા પાંચમા અને છેલ્લા તબક્કે 13મી મેએ 14 બેઠકો માટે મતદાન કરાશે.


પશ્વિમ બંગાળ
પશ્વિમ બંગાળની 42 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 14 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 17 બેઠકો તથા પાંચમા તબક્કે 13મી મેએ 11 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

છત્તીસગઢ
છત્તીસગઢની 11 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.

ઝારખંડ
ઝારખંડની 14 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજવામા આવશે. પહેલા તબક્કે 16મી એપ્રિલે 6 બેઠકો તથા બીજા તબક્કે 23મી એપ્રિલે 8 બેઠકો માટે મતદાન કરાશે.

ઉત્તરાંચલ
ઉત્તરાંચલની પાંચ બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જે માટે છેલ્લા તબક્કે 13મી મેએ મતદાન કરાશે.

આંદોમાન, નિકોબાર
આંદોમાન નિકોબારની એક બેઠક માટે પહેલા તબક્કે એટલે કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે,

ચંડીગઢ
ચંડીગઢની એક બેઠક માટે પણ છેલ્લા તબક્કે એટલે કે 13મી મેએ મતદાન કરવામાં આવશે,

દાદરા નગર હવેલી
દાદરા નગર હવેલીની એક બેઠક માટે ત્રીજા તબક્કે એટલે કે 30મી એપ્રિલે મતદાન કરાશે.

દમણ, દીવ
દમણ, દીવની એક બેઠક માટે પણ ત્રીજા તબક્કે એટલે કે 30મી એપ્રિલે મતદાન કરાશે.

લક્ષદીપ
લક્ષદીપની એક બેઠક માટે પહેલા તબક્કે એટલે કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.

પાંડેચરી
પાંડેચરીની એક બેઠક માટે છેલ્લા તબક્કે એટલે કે 13મી મેએ મતદાન કરાશે.