રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By હરેશ સુથાર|

ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે

પૂર્વ સાંસદ ડો. એ.કે.પટેલનો મત

PIB

દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે.

જીત માટે ભાજપના દ્વાર ખોલનાર અને 1984થી 1998 સુધી સતત પાંચ ટર્મમાં વિજયી બનનાર ડો. એ.કે. પટેલે વેબ દુનિયા સાથેની એક મુલાકાતમાં ભાજપ ઉપર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, હવે મતદારો જાગી ગયા છે અને વિચાર કરી રહ્યા છે કે આ એજ પાર્ટી છે કે જે અગાઉ મૂલ્યોની વાતો કરતી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ વખતના ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે. હવે લોકોને ઉલ્લુ બનાવી નહીં શકાય. લોકો હવે સમજી ગયા છે કે દેખાય છે એ બધુ સોનું નથી. કમનસીબીથી લોકો બનાવટી વાતોમાં આકર્ષાઇ ગયા હતા જે હવે લોકો જાણી ગયા છે.