ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By હરેશ સુથાર|
Last Modified: લખનૌ , શુક્રવાર, 27 માર્ચ 2009 (15:37 IST)

હારેલી બાજી રમે છે લાલુ-પાસવાન !

N.D

વાદળ બંધાયને ટમરા બોલવાના ચાલુ થઇ જાય એમ ચૂંટણી આવે ને ગઠબંધનો શરૂ થાય. પરંતુ એમાં કેટલાક ગઠબંધનો એવા હોય છે કે જેમનો ધ્યેય માત્ર દબાણ બનાવવાનો હોય છે. ચાંર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવો જ ઘાટ આવા ગઠબંધનોનો પણ થાય છે. આવા ગઠબંધનો ચૂંટણી પુરી થયા બાદ એવા વિસરાઇ જવાય છે કે શોધ્યા યાદ આવતા નથી. આવા ગઠબંધનોથી રાજકીય સમીકરણોમાં કોઇ ફેરફાર થતો નથી. કેહવાતા મેનેજમેન્ટ ગુરૂ લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન અને મુલાયમ પણ હાલમાં કંઇ આવું જ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કંઇ આવું જ ગઠબંધન રચાયું છે.

ઉત્તર પ્રદેશ તથા બિહારના રાજકારણના ભૂતકાળ ઉપર નજર નાંખીએ તો સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય છે. ઉત્તર પ્રદેશમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને રાવિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટી (લોજપા)નો જનાધાર નામ માત્રનો જ છે. તાજી પાકેલી ખિચડીથી ઉત્તર પ્રદેશમાં મુલાયમને બેઠકોના મામલે ભાગ્યે જ ફાયદો થઇ શકે એમ છે. આ માત્ર એક ચોક્કસ પાર્ટીને સંદેશ આપવાનો પ્રયાસ છે. રાજનીતિના આ માંધાતાઓએ એક મંચ ઉપર એકઠા થઇને એક તીરથી બે નિશાન તાકવાનો પ્રયાસ કર્યો છે. પહેલો કોંગ્રેસ ઉપર દબાણ લાગુ કરવાનો તથા બીજો મુસ્લિમ વોટ બેંકની સામે ભાજપનો યોગ્ય વિકલ્પ સાબિત કરવાનો પ્રયાસ.

આંકડાઓનું ગણિત આ જનાધારની પોલ પણ ખોલી રહ્યું છે. ગત લોકસભામાં સપા બિહારમાં 32 બેઠકો ઉપર ચૂંટણી લડ્યું હતું અને એમાંથી 31 બેઠકો ઉપર તેની ડિપોઝીટ ડુલ થઇ હતી. જ્યાં યુપીએ અને રાજગ વચ્ચે મત માટે લડાઇ થઇ અને મતોનું એવું ધ્રુવીકરણ થયું કે સપા ક્યાંય ખોવાઇ ગયું. બિહારની 32 બેઠકો ઉપર સપાને માત્ર 6,84,200 મત મળ્યા હતા જે કુલ મતદાનના માત્ર 2.33 ટકા જ છે. આ મત બેંક એ કોઇ સ્થાઇ નથી. આજ પ્રકારે લાલુના રાજદએ ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો ઉપર ચૂંટણી લડી અને તમામ બેઠકો ઉપર ડિપોઝીટ ગુમાવી. લાલુની પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કુલ 38,153 મત મળ્યા જે કુલ મતદાનના 0.07 ટકા છે. લોક જન શક્તિ પાર્ટીએ ત્રણ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા. જેમાં બેએ ડિપોઝીટ ગુમાવી. લોજપાને કુલ 1,39,145 મત મળ્યા હતા. આ આંકડા બતાવે છે કે લાલુ મુલાયમ અને પાસવાનનું ગઠબંધન બેઠકો વધારવા-ઘટાડવા મામલે ભાગ્યે જ કોઇ અસર બતાવે તેમ છે.

ઉત્તર પ્રદેશમાં રાજદના જનાધારની કુંડળી વાંચનારા પંડિતો જાણે છે કે, અહીં ચૂંટણી ના લડી રાજદ પ્રમુખે કોઇ વિશેષ બલિદાન આપ્યું નથી. લાલુ અને પાસવાન પાસે ઉત્તર પ્રદેશમાં ખોવા માટે કંઇ નથી. ઠીક આ રીતે સપા પાસે પણ બિહારમાં રાજકીય સમીકરણો ઉલટફેર કરવા માટે કોઇ ખાસ જનાધાર નથી. લાલુ અને પાસવાને આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં જનાધાર મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેના કોઇ ખાસ પરિણામો સારા મળ્યા નથી.

પાસવાને દલિત વોટ બેંક પોતાની જોળીમાં લેવા માટે ઇન્ડિયન જસ્ટીસ પાર્ટીના ઉદીત રાજ સાથે સમજુતી કરી હતી. પરંતુ અહીંની દલિત બેંક માયાવતીના પ્રભાવમાંથી હજુ પણ બહાર આવી શકી નથી. હવે જોવાનું એ રહે છે કે, આ ગઠબંધન પણ કેટલુ અસરકારક સાબિત થાય છે....