શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 15 એપ્રિલ 2009 (19:52 IST)

આજે 124 બેઠકો માટે ફેંસલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. જેમાં 124 બેઠકો માટે 14 કરોડ 31 લાખથી વધુ મતદારો 1715 ઉમેદવારોની ભાવીનો ફેંસલો કરશે. જેમાં લાલુ પ્રસાદ યાદવ, યશવંત સિંહા, જયપાલ રેડ્ડી, મુરલી મનોહર જોશી અને શશી થરૂર સહિતના કેટલાક મોટા નેતાઓનો સમાવેશ થાય છે.

ચૂંટણીના આ પહેલા તબક્કામાં 17 રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. જેમાં આંધ્રપ્રદેશની 22, ઉત્તર પ્રદેશની 16, બિહારની 13, છત્તીસગઢની 11, કેરલની 20, મહારાષ્ટ્રની 13, ઉડીસાની 10 તથા ઝારખંડની 6 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. લોકસભાની આ ચૂંટણી સાથે આવતી કાલે આંધ્રપ્રદેશ, કેરલ તથા તામીલનાડુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ છે.

ચૂંટણી પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મતદાન માટે એક લાખ 85 હજાર મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંદાજે 9 લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરી કરશે અને મતદારો માટે ત્રણ લાખથી વધુ ઇવીએમ મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

પહેલા તબક્કામાં ઉમેદવારોમાં 193 કરોડપતિ છે. જેમાં કોંગ્રેસ સૌથી આગળ છે. જેના અડધાથી પણ વધુ ઉમેદવારો કરોડપતિ છે. કરોડપતિ ઉમેદવારોમાં બીજો નંબર ભાજપનો આવે છે.