બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2009 (10:49 IST)

ઉત્તરપ્રદેશમાં મતદારોની લાઇનો

સઘન સુરક્ષા વચ્ચે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે આજે સવારથી લોકસભાની 15 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જોકે અહીંથી કોઇ અનિચ્છનિય બનાવની કોઇ વિગતો બહાર આવી નથી. જ્યારે બપોરની ભારે ગરમીથી બચવા મતદારો સવારથી જ લાઇનમાં જોડાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટમી અધિકારી અનૂજ કુમાર બિશ્નોઇના જણાવ્યા મુજબ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. ક્યાંયથી પણ અપ્રિય ઘટના જાણવા મળી નથી,

ત્રીજા તબક્કામાં સીતાપુરસ લખનૌ, ફતેહપુર, મોહનલાલગંજ, બારાબંકી, હરદોઇ, મિશ્રિખ, ઉન્નાવ, રાયબરેલી, કાનપુર, અકબરપુર, જાલૌન, ઝાંસી, હમીરપુર અને બહરાઇવ બેઠકો ઉપર આજે થઇ રહેલા મતદાનમાં 253 ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમના ભાવિનો ફેંસલો 2.23 કરોડ મતદારો કરશે.

કોંગ્રેસના સોનિયા ગાંધી, ભાજપના લાલજી ટંડન, અજયસિંહ, પ્રકાશ જયસ્વાલ, બહુગુણા જોશી, અખિલેશ દાસ ગુપ્તા સહિત દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થશે.