શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By વેબ દુનિયા|

દિનશાનું પરિણામ અટકાયું

રાજ્યની 26 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકોના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રિય મંત્રી દિનશા પટેલની બેઠક ખેડાના પરિણામ અટવાયા છે.

ગત યુપીએ સરકારમાં રાજ્યના ત્રણ સાંસદો કેન્દ્રમાં મંત્રી બન્યા હતા. જો કે આ ચૂંટણીમાં મતદારાએ તેમને ફરીથી મંત્રીની ખુરશીમાં બેસતા રોક્યા છે. છોટા ઉદેપુરની બેઠક પરથી રાજ્ય રેલમંત્રી નારાયણ રાઠવાનો પરાજય થયો છે ત્યારે અન્ય એક મંત્રીઓના પરિણામ ઘોંચમાં પડ્યા છે. તો શંકરસિંહ વાઘેલાનો 2189 મતથી પરાજય થયો હતો.

પંચમહાલ જિલ્લાના લુણાવાડા મતવિસ્તારની ગણતરી વેળાએ ઇવીએમ મશીન ખોટવાતાં મતગણતરી અટકાવવામાં આવી છે. જ્યારે ખેડા મત વિસ્તારમાં આવતા ધોળકાનું ઇવીએમ પણ ખોટવાતાં દિનશા પટેલની પરિમામ પેન્ડિંગ રખાયું છે.

જોકે પરિણામ અટકાવાયા હોવા છતાં અગાઉની લીડ જોતાં પંચમહાલની બેઠક પરથી ભાજપના પ્રભાતસિંહ ચૌહાણનો વિજય નિશ્વિત હોવાનું માનતા કાર્યકરો, ટેકેદારોએ ધામધૂમથી વિજય સરઘસ કાઢ્યું હતું. પાછળથી તેની ફેરગણતરી કરતાં શંકરસિંહનો 2189 મતોથી પરાજય થયો હતો. જ્યારે દિનશા પટેલનું પરિણામ બે દિવસ માટે પેન્ડીંગ રાખવામાં આવ્યું છે.