શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|

1315 ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય

ચૂંટણીના ચોથા ચરણમાં આઠ રાજ્યોની 85 લોકસભા સીટો પર ગુરૂવારે સવાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ. આ ચરણમાં લગભગ સાઢા નવ કરોડ મતદાતા 1315 ઉમેદવારોની ચૂંટણી કિસ્મતનો ફેંસલો કરશે.આ તબક્કામાં ભાજપ પ્રમુખ રાજનાથસિંહ, કોંગ્રેસનાં પ્રણવ મુખર્જી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના ભાવિનો ફેંસલો થશે.

રાજનાથસિંહ ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. જ્યારે પ્રણવ મુખર્જી જાંગીપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મુલાયમસિંહ મેનપુરીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ચોથા તબક્કામાં ૧૧૯ મહિલા સહિત ૧૩૧૫ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા લોકસભાની ૮૫ બેઠક માટેના મતદાન યોજાશે.

રાજસ્થાનમાં તમામ ૨૫, હરિયાણામાં ૧૦, દિલ્હીમાં સાત બેઠકો માટે મતદાન યોજાનાર છે. બિહારમાં ૩, જમ્મુ-કાશ્મીરમાં ૧, પંજાબમાં ૪, ઉત્તરપ્રદેશમાં ૧૮, પશ્ચિમ બંગાળમાં ૧૭ બેઠક ઉપર પણ મતદાન યોજાનાર છે.

ચોથા તબક્કાના અંત સાથે ૫૪૫ લોકસભાની બેઠકો પૈકી ૪૫૭ સીટ માટે મતદાન પૂર્ણ થઈ જશે. ચોથા તબક્કામાં ૯.૪૬ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ૧.૨૯ લાખ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. છ લાખ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે.

રાજ્ય બેઠકો
રાજસ્થાનમાં 25
હરિયાણા 10
દિલ્હી 07
બિહાર 03
જમ્મુ કાશ્મીર 01
પંજાબ 04
ઉત્તર પ્રદેશ 18
પ.બંગાળ 17
કુલ 85