શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. પ્યાર હી પ્યાર
Written By વેબ દુનિયા|

ભારતીય મહિલાઓને કોમાર્યનો અહેસાસ કરાવતુ ક્રીમ

P.R
એક ભારતીય કંપનીએ દાવો કર્યો છે કે તે યોનિનું લચીલાપણું સમાપ્ત કરનારી દેશની પહેલી ક્રીમ બજારમાં લાવી રહી છે જેની જાહેરાત અનુસાર મહિલાઓ એકવાર ફરીથી કૌમાર્યનો અહેસાસ કરી શકશે.

કંપનીનું માનવું છે કે આનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે પણ આલોચકો કહી રહ્યાં છે કે આનાથી ઊલટું નારી સશક્તિકરણ પર ખરાબ પ્રભાવ પડશે.

આ એક મોટો દાવો છે -
'18 અગેન' ક્રીમની જાહેરાતમાં સાડી પહેરાલી મહિલા ઝૂમી-ગાઇ રહી છે. જાહેરાત બોલિવૂડ સ્ટાઇલમાં છે અને મહિલા મેડોનાના ગીત 'આઈ ફીલ લાઇક એ વર્જિન'ને ગણગણી રહી છે. તેના સાસુ-સસરા સ્તબ્ધ છે. અને થોડી જ ક્ષણોમાં મહિલાનો પતિ પણ તેની આ ખુશીમાં સામેલ થઇ જાય છે.

શરૂઆતમાં નાક અને મોઢું ચઢાવતી સાસુ અંતમાં આ ક્રીમને ઓનલાઇન ખરીદી પ્રક્રિયામાં જુએ છે. 18 અગેન ક્રીમ બનાવનારી મુંબઈ સ્થિત ફાર્મા કંપની અલ્ટ્રાટેલ અનુસાર ભારતમાં પહેલીવાર આ પ્રોડક્ટ મળી રહી છે.

અલ્ટ્રાટેકના માલિક ઋષિ ભાટિયા જણાવે છે કે લગભગ અઢી હજાર રૂપિયામાં મળનારી આ ક્રીમ સોનાની ભસ્મ, એલોવીરા, બદામ અને દ્રાક્ષ જેવા પદાર્થોમાંથી બની છે અને આના ક્લીનિકલ ટેસ્ટ પણ થઇ ચૂક્યા છે

ઋષિ ભાટિયા જણાવે છે, "આ એક અનોખી અને ક્રાંતિકારી પ્રોડક્ટ છે જે મહિલાઓના આત્મવિશ્વાસને મજબૂત કરવા અને તેમના આત્મસન્માનને વધારવામાં પણ મદદ કરે છે.'

ભાટિયા જણાવે છે કે 18 અગેનનું લક્ષ્ય મહિલાઓના સશક્તિકરણનું છે. તેમના જણાવ્યા અનુસાર આ પ્રોડક્ટ કૌમાર્ય બહાલ કરવાનો દાવો નથી કરતી પણ વર્જિન જેવા અહેસાસને ફરીથી અપાવવાની વાત કરી રહી છે.

આલોચના -
મહિલાઓના સમૂહ, કેટલાંક ડૉક્ટરો અને સોશિયલ મીડિયા પર અનેક લોકો કંપનીના પ્રચાર અભિયાનની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ પ્રોડક્ટ એ ભારતીય વિચારને સમર્થ કરે છે જેમાં લગ્ન પગેલા સેકન્સને હીન દ્રષ્ટિએ જોવામાં આવે છે અને કેટલાંક તો આને 'પાપ' પણ ગણાવે છે.

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વીમેનની એની રાજા જણાવે છે, "આ પ્રકારની ક્રીમ સાવ બકવાસ છે અને તેનાથી કેટલીક મહિલાઓમાં હીન ભાવના પણ આવી શકે છે. મહિલાઓએ લગ્ન સુધી વર્જિન શા માટે રહેવું જોઇએ? કોઇ પુરુષ સાથે સંભોગ મહિલાનો પોતાનો અધિકાર છે પણ અહીં સમાજ હજુ પણ મહિલાઓને દુલ્હન બને ત્યાંસુધી રાહ જોવા માટે કહે છે."

એની કહે છે કે સશક્તિકરણથી ઊલટું આ ક્રીમ પિતૃસત્તાત્મક સમાજની એ માન્યતાને મજબૂત કરશે જે અનુસાર દરેક પુરુષ પોતાની પહેલી રાત એક વર્જિન પત્ની સાજે જ મનાવવા ઇચ્છે છે.