વેલેંટાઈન વિશેષ : તમારા સ્માર્ટફોનને બનાવો વેલેંટાઈન સ્પેશ્યલ

વેબ દુનિયા|

P.R
વેલેન્ટાઇન્સ ડે પર તમે તમારા સૌથી ચહિતા મિત્ર કે પછી લવર જોડે મજા માણવા અચૂક ઇચ્છતા હશો. પણ આજકાલ જે રીતે સ્માર્ટફોનનો યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે તે જોતા એ તો નક્કી છે કે તમે તમારા લવર કરતા તમારા મોબાઇલ ફોનની વધુ નજીક હશો. આવામાં તમારે કેટલીક ખાસ એપ્સ વિષે જાણવું જ જોઇએ જે વેલેન્ટાઇન્સ ડેના રોજ તમારા મોબાઇલ ફોનને વધુ ખાસ બનાવી શકે છે.

1.એન્ડ્રોય્ડ માર્કેટ પ્લેસ
- વેલેન્ટાઇન સ્કેનર
આ એપને તમે એન્ડ્રોય્ડ ફોન પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તમે અને તમારા 'ખાસ મિત્ર'એ આ એપને એક્ટિવેટ કર્યા બાદ સ્ક્રીન પર આંગળી મૂકવાની રહેશે. આ એપ તમારા બંનેની કેમેસ્ટ્રીને સ્કેન કરીને પરિણામ આપશે. આ એક ફન એપ છે અને મિત્રતા તેમજ પ્રેમની સચ્ચાઇ દિલથી જ સ્કેન કરી શકાય છે, પણ આ વી-ડેના રોજ મસ્તી કરવા માટે આ એક સારો ઓપ્શન છે. આને તમે એન્ડ્રોય્ડ 1.6 કે તેના આગળના વર્ઝનમાં લોડ કરી શકો છો.
- વેલેન્ટાઇન્સ ડે એચડી
'ખાસ મિત્રો' એકબીજાના મોબાઇલ ફોન ચોક્કસ ચેક કરી લેતા હોય છે. બની શકે તે આ એપ તમારા દિલની વાતનો એકરાર વધુ સરળ બનાવી છે. તેને ડાઉનલોડ કર્યા બાદ તમે તમારા ફોનની સ્ક્રીન પર હાઈ ડેફિનેશન વિઝ્યુલની સાથે 3ડી વોલપેપર સેટ કરી શકો છો જે રોમેન્ટિક, ક્રિએટિવ અને પર્સનલાઇઝ્ડ હશે. આનાથી તમે તમારા દિલની વાત તમારા 'ખાસ મિત્ર' સુધી પહોંચાડી શકો છો. જેમ કે તમે તેમાં એક કેન્ડલ લાઇટ ડિનરવાળા ટેબલનો સીન સેટ કરી શકો છે જેમાં ઉપર તમારો લવ મેસેજ હશે. 17.75 રૂપિયાવાળી આ એપ્લિકેશન એન્ડ્રોય્ડ 2.2 કે તેની ઉપર ચાલે છે. આની સાઇઝ 7.9 એમબી છે.
2. વિન્ડોઝ ફોન
- ડૂડલ લવ
તમે આ રોમેન્ટિક ફ્રી ગેમને તમારા વિન્ડોઝ ફોન પર રમી શકો છો. આ ગેમમાં મિસ્ટર જી હીરો છે અને મિસ હની હિરોઇન અને સાથે મોન્સ્ટર પણ છે જે વિલનની ભૂમિકામાં છે. વિલન સામે ઝઝૂમતી મિસ હનીને બચાવવાની છે. આ ગેમ તમે તમારા વેલેન્ટાઇન્સ સાથે રમી શકો છો. વિન્ડોઝ ફોન 7 પર આ ગેમની સાઇઝ 10 એમબી છે.
3. નોકિયા સ્ટોર
-
આ પણ એક પ્રકારની લવ ગેમ જ છે. તેમાં તમે પારખી શકો છો કે તમરા પ્રેમમાં કેટલી તાકાચ છે અને કયા નામવાળી વ્યક્તિ સાથે તમારી લવ કેમેસ્ટ્રી કેવી છે. આ તમને રોમેન્સ ટિપ્સ, શાયરી, લવ એસએમએસ અને લવ ક્વોટ જેવી તમામ ટિપ્સ પણ આપશે જે વી-ડે પર તમને કામ લાગશે. આ એપ ફ્રી છે જેની સાઇઝ છે 0.76 એમબી.
- વેલેન્ટાઇન્સ સ્પેશિયલ
પ્રેમના આ આખા અઠવાડિયા માટે આ એપમાં ભરપુર મસાલો છે. કિસ ડે, હગ ડે, ટેડી ડે, ચોકલેટ ડે... દરેક દિવસ વિષે તેમાં તમામ જાણકારી છે, ટિપ્સ છે, ગિફ્ટ આઇડિયા છે. વેલેન્ટાઇન્સ ડે પરના તમારા દરેક પ્રશ્નનો જવાબ આમાં છે. તેની સાઇઝ 0.50 એમબી છે અને કીમત છે 50 રૂપિયા.
સૌજન્ય - જીએનએસ


આ પણ વાંચો :