શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. પ્યાર હી પ્યાર
Written By વેબ દુનિયા|

રીલેશનશિપ ટિપ્સ : આટલી ટિપ્સ અપનાવો અને સંબંધોમાં મીઠાસ લાવો

P.R


1. સારા માતા પિતા બનવા માટે જરૂરી છે કે તમે સૌ પહેલા તમારા બાળકોનો વિશ્વાસ જીતો. તેમને એ વિશ્વાસ અપાવો કે તમે તેના માતા પિતા જ નહી સારા મિત્ર પણ છો, તેથી તે તમારી સાથે દરેક વાત શેર કરશે.

2. જો તમે સંયુક્ત કુટુબમાં રહેતા હોય તો દરેકને એકસરખો પ્રેમભાવ આપો. ક્યારેય કોઈને એવો અનુભવ ન થવા દો કે તમે ફલાણાની વાતો વધુ માનો છો અને ફલાણાંની વાતો તરફ ધ્યાન નથી આપતા.

3. સાસુ-સસરાનું દિલ જીતવા જરૂરી છે કે તમે પહેલા તેમને સન્માન અને પ્રેમ આપો. તમને ખબર હોય તો પણ ક્યારેક કોઈ ધાર્મિક તહેવાર વિશે પૂછો. જેવુ કે તમારા જમાનામાં તમે દિવાળીમાં શુ કરતા હતા.


4. તમે રસોઈ બનાવતા હોય તો પોતાની મરજી મુજબ ન બનાવશો. હંમેશા દરેકની પસંદગીને ધ્યાનમાં રાખો. તમે કેટલાય નિપુણ કેમ ન હોવ પણ આવી નાની નાની વાતો સાસુને પૂછશો કે શુ બનાવુ તો તેમને ખૂબ ગમશે.

5. ગુસ્સ્સામાં આવીને પાર્ટનરની તુલના કોઈ બીજા સાથે ન કરવી જોઈએ. આનાથી પાર્ટનરને અપમાન લાગશે. બની શકે છે કે એ પણ કોઈ બીજા સાથે તમારી કંપેરીશન કરીને તમને પણ મન દુ:ખ પહોંચાડે

6. એકબીજા માટે ડ્રિંક તૈયાર કરો, સાથે આલ્કોહોલ ડ્રિંકના કેટલાક ઘૂંટ લો અને પછી જુઓ ઘરતી પર તમને સ્વર્ગ દેખાવવા માંડશે. તમે બધુ જ ભૂલીને એકબીજામાં લીન થઈ જશો.

7. જો આજકાલ તમારી ગર્લફ્રેંડ કે બોયફ્રેંડનો નંબર વધુ બીઝી આવતો હોય અને એ તમારી જગ્યાએ બીજી કોઈ કોલને વધુ મહત્વ આપવા લાગે તો સાવધ રહેવુ જોઈએ.

8. જો કોલેજ કે ઓફિસમાં તમને કોઈ છોકરી પસંદ છે અને તમે તેને પ્રપોઝ કરવા માંગો છો પણ હિમંત થઈ રહી ન હોય તો પહેલા તમારે તેની સાથે સામાન્ય વાતચીત શરૂ કરી દેવી જોઈએ.

9. જ્યારે પણ તમે ગ્રુપમાં ક્યાક ફરવા જાવ ત્યારે પ્રયત્ન કરો કે તમે એ છોકરીની આસપાસ જ રહો જેને તમે પસંદ કરો છો, કોશિશ કરો કે તેના સારા મિત્ર બની જાવ. મૈત્રી થયા પછી તેને કોફી માટે ઈનવાઈટ કરો.

10. બાળકોને ખૂબ પ્રેમ કરો છો એ દર્શાવવા કાયમ તેમની દરેક વાત માનશો નહી, આ રીતે તમારું બાળક જીદ્દી થઈ જશે. તેને કોઈ વાતે ના કહેવી પડે તો તેની પાછળનું કારણ પ્રેમથી જરૂર સમજાવો.

P.R

11 . તમે જ્યારે પણ તમારા મનપસંદ સથી સાથે ક્યાક બહાર જાવ તો બિલકુલ પણ નર્વસ ન થશો. આ દરમિયાન તેને એ બતાવો કે તમે તેને કેટલા વધુ પસંદ છો

12. ઘરમાં તમે કામ કરનારા એકલા સ્ત્રી હોવ તો શરૂઆતથી જ દરેકને કામ વહેંચીને કરવાની આદત કરો, નહી તો આગળ જતા તમે થાકી જશો અને કોઈપણ કામ મનથી નહી કરી શકો

13. તમે ફસ્ટ ડેટ પર શુ પહેરીને જઈ રહ્યા છો, એ ખૂબ જ મહત્વનું છે. જો આપ ફોર્મર કપડાં પહેરીને જઈ રહ્યા છો તો તેની સાથે સ્પોર્ટ્સ વોચ બિલકુલ ન બનશો. ધ્યાન રાખો કે ફર્સ્ટ ઈમ્પ્રેશન જ લાસ્ટ ઈમ્પ્રેશન હોય છે.

14. સાથીની સાથે ડેટ પર જતા પહેલા શક્ય હોય તો સ્નાન કરીને જાવ અને સારી સુગંધવાળુ પરફ્યુમ જરૂર લગાવો. એકદમ તીવ્ર સુગંધવાળા પરફ્યુમથી બચો, કારણ કે તેનાથી માથાનો દુ:ખાવો થઈ શકે છે.

15. જ્યારે તમે તમારા સાથીને પ્રથમવાર મળી રહ્યા છો તો તે દરમિયાન પર્સનલ સવાલ કરવાથી બચો. આવુ કરવાથી સામેવાળો તમારી સાથે કમ્ફર્ટેબલ ફિલ કરશે.

16. સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો હંમેશા પત્નીનુ સન્માંન કરો, ચાર લોકો વચ્ચે તેને અપામાનિત કરતા શબ્દો ન બોલશો.

17. સાસરિયામાં કાયમ પિયરના વખાણ ન કરતા રહેશો. તમારુ સાસરિયુ તમારા માટે વધુ મહત્વનું છે એવો અહેસાસ તમારી વાતો અને તમારા વ્યવ્હારથી સૌને કરાવો.

18. સાથી સાથે ફરવા જતા પહેલા જેલ દ્વારા વાળને સારી રીતે સેટ કરી લો. જો શક્ય હોય તો એક સારી હેયર કટ કરાવી લો. જેનાથી તમને ફ્રેશ લુક મળશે.

19. મિત્રોને ખાસ માનતા હોય તો જ્યારે પણ ઘરે બોલાવો ત્યારે તેમને તમારા રૂમમાં જ જઈને ગપ્પા મારવાને બદલે ક્યારેક તમારા લિવિંગ રૂમમાં ઘરના અન્ય સભ્યો સાથે બેસાડીને પણ વાતચીત કરો.

20. જો તમારી મિત્ર વિપરિત લિંગની હોય તો તેમને તમારા રૂમમાં લઈ જવાને બદલે બહાર લિવિંગ રૂમમાં બેસાડીને જ વાત કરો. ક્યારેય કોઈ રીલેશન અંગે કોઈને ગેરસમજ થાય એવો વ્યવ્હાર ન કરશો.