મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ઓબામાને પુરસ્કાર, એક મોટુ આશ્વર્ય

મહાત્મા ગાંધી, મંડેલાના નામ કેમ ભૂલાયા ?

વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાની પસંદગીએ એક મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ઓબામાના આલોચકોનું કહેવું છે કે, જે વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ
ND
N.D
ગ્રહણ કર્યાને હજુ માંડ નવ મહિના જ થયાં છે તે આ પુરસ્કારનો હકદાર કેવી રીતે બની શકે ? ઓબામાએ સ્વયં પણ કહેલું કે, તેઓ આ પુરસ્કાર માટે ખુદને હાલ યોગ્ય વ્યક્તિ માનતા નથી. તેમ છતાં પણ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.' (જો કે, હજુ તેમણે નોર્વેની નોબલ શાંતિ પુરસ્કાર કમિટિને આ પુરસ્કાર પરત આપ્યો નથી.)


મિત્રો, આપણે સહુ કોઈ એ વાત સારી રીતે જાણીએ છીએ કે, ઓબામાએ પરમાણુ પ્રચાર પ્રસાર રોકવા માટે અમેરિકામાં જે પહેલ કરી તે પ્રશંસાને પાત્ર છે પરંતુ હજુ સુધી તેમનું કદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ નેતા નેલ્સન મંડેલા જેવડુ તો નથી જ થયું તેમ છતાં પણ નોબલ સમિતિએ આ બે મહાન હસ્તિઓને છોડીને ઓબામાની શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરી, એ વાત ગળે ઉતરતી નથી.

પ્રથમ દૃષ્ટિએ ઓબામાને શાંતિ પુરસ્કાર આપવાનું કામ જાણી જોઈને ભરવામાં આવેલું કોઈ પગલું હોય તેવું નજરે ચડી રહ્યું છે બીજી તરફ ઓબામાને નોબલ શાંતિ પુરસ્કાર આપીને પસંદગી સમિતિએ પણ એક વાર સિદ્ધ કરી દેખાડ્યું છે કે, આ તથાકથિત 'સર્વોચ્ચ' સન્માન પણ રાજનીતિને સમર્પિત છે.

વાસ્તવમાં ઓબામાએ પુરસ્કારનો સ્વીકાર કરીને પોતાની રાજનીતિક અપરિપક્વતા દર્શાવી છે. કદાચ આપને યાદ હોય તો નોબેલ પુરસ્કાર સમિતિની કાર્યપ્રણાલી, પ્રતિબદ્ધતા અને ઝુકાવથી રોષે ભરાઈને પોતાના સમયના સર્વાધિક પ્રખર અને વિવાદાસ્પદ ચિંતક અને લેખક ફ્રાંસના જ્યાં પાલ સાત્રએ સાહિત્ય માટે મળનારા નોબેલ પુરસ્કારનો અસ્વીકાર કરતા કહ્યું હતું કે, તેને (પુરસ્કારને) તો બટેટાની ગુંણીમાં ભરીને રાખી દો.

સાત્રના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા પ્રસિદ્ધ લેખક હરિશંકર પરસાઈએ પણ કહેલું સાત્ર એક ઘૂર્ત વ્યક્તિ છે. તે જાણે છે કે, તેનો ફાયદો કેમા છે (પુરસ્કાર લેવામાં કે ન લેવામાં).

બરાક (હુસેન) ઓબામાં અહીં બે ભૂલ કરી બેઠા. એક તો તેમણે આ પુરસ્કાર સ્વીકારી લીધો અને એ સ્વીકારોક્તિ પણ કરી લીધી કે, તે તેના માટે યોગ્ય વ્યક્તિ નથી. જે દિવસે આ પુરસ્કાર અમેરિકાના તે સમયના વિદેશ મંત્રી હેનરી કિસિંજરને આપવામાં આવ્યો હતો એ દિવસથી આ સર્વોચ્ચ સમ્માન પર પ્રશ્નાર્થચિન્હ લાગી ગયું હતું. અમેરિકાના રક્ષા સચીવ હેનરીને 1973 માં વિયેટનામ શાંતિ સમજૂતિમાં ઉલ્લેખનીય યોગદાન બદલ નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ પુરસ્કાર સમિતિએ 1969-75 વચ્ચે કમ્બોડિયામાં એનવીએ વિરુદ્ધ બોમ્બધડાકાઓમાં તેમની ભૂમિકા અને ઓપરેશન કોંડોરમાં તેમના શામેલ હોવાની વાતને નજરઅંદાજ કરી હતી.

ત્યાર બાદ ત્રણ ઈઝરાઈલી સર્વોચ્ચ નેતાઓ 1978 માં મેનાહમ બેગિન અને 1994 માં સંયુક્ત રીતે શિમાન પેરેજ તથા યિત્જાક રોબિનને એનાયત કરાયેલા નોબેલ શાંતિ પુરસ્કારે એ સિદ્ધ કરી દેખાડ્યું કે, શાંતિ માટે યુદ્ધ જરૂરી છે. એટલું જ નહીં આ સમ્માનને મેળવી લીધા બાદ ઉપરોક્ત નેતાઓની માનસિકતામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. 15 વર્ષ પછી પણ ફિલિસ્તીનીઓ પર જે નૃશંસ અત્યાચાર થઈ રહ્યાં છે તે અકલ્પનીય છે ?

શાંતિ માત્ર સદ્દઈચ્છાથી કાયમ ન થઈ શકે. ઓબામા દુનિયામાં પરમાણુ હથિયારોના ખાત્માની વાત તો કરે છે પરંતુ તેમણે હજુ સુધી એ જાહેરાત કરી નથી કે, તે આગામી સો અથવા હજાર વર્ષોમાં પોતાનો પરમાણું જખીરો સમાપ્ત કરી દેશે અથવા જે દેશ પાસે પરમાણુ હથિયારો વધારે છે તેની બરાબરી કરી લેશે.
ND
N.D


નોર્વે સ્થિત નોબેલ કમેટીનું કહેવું છે કે, 'કોઈ વિરલ વ્યક્તિ જ દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે જે ઓબામાએ કર્યું છે અને તેમણે લોકોમાં એક સારા ભવિષ્યની આશા જગાડી છે. છેલ્લા નવ માસમાં એવી કોઈ આશા નજરે ચડી રહી નથી. બીજી તરફ એ વિશ્વને એ જરૂર જણાવી રહ્યાં છે કે, અમેરિકા વિશ્વનું નેતૃત્વ કરતું રહેશે. આર્થિક મંદી અને ભૂખમરા છતાં પણ અમેરિકાએ પોતાના બાયો ઈંધણના ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કર્યો નથી.

ઓબામા એક એવા દોડવીર છે જેણે વગર દોડ્યે જ સ્વર્ણ પદક પ્રાપ્ત કરી લીધું છે. બાકીના અન્ય પ્રતિસ્પર્ધીઓ જેમાં આપણા ભારત દેશના મહાન નેતાઓ પણ છે તેઓ અને સમગ્ર વિશ્વ માત્ર મૂક દર્શક બનીને ઉભા રહી ગયાં છે. ઓબામાએ પુરસ્કાર સ્વીકારતા કહ્યું છે કે, 'આ સમ્માન કાર્યવાહી કરવાનું આહ્વાન છે. તમામ અંતરવિરોધો છતા પણ જો તે વિશ્વ શાંતિ માટે કંઈક કરે છે તો આપણને સહુને ખુદને ખોટા સાબિત થતા જોઈને ખુબ જ ખુશી થશે.


Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124