મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

ગ્રહણનુ સૂતક : શુ કરો, શુ ન કરો.

પં અશોક પવાર 'મયંક'

N.D
ગ્રહણનુ સૂતક 21 જુલાઈ સન 2009ના સૂર્યાસ્તકાળથી જ શરૂ થઈ જશે. ગ્રહણમાં વર્જ્ય કર્મ - ગ્રહણમાં સૂતક અને ગ્રહણકાળમાં ખાવુ પીવુ, સંભોદાગિ કાર્ય વર્જિત છે. ગ્રહણકાળમાં સૂવુ, મૂત્ર- પુરીષોત્સર્ગ અને તૈલાભ્યંગ પણ નિષેધ છે

ગ્રહણના સૂતકમાં બાળકો, વૃધ્ધ અને રોગી વ્યક્તિઓને માટે ખાવુ-પીવુ, ઉંઘવુ નિષેધ નથી. પાકેલા અનાજ, કાપેલી શાકભાજી અને ફળ ગ્રહણકાળમાં દૂષિત થઈ જાય છે. તેને ખાવુ ન જોઈએ. પરંતુ તેલ કે ઘીમાં પાકેલુ અનાજ, ઘી, તેલ દૂધ, દહીં, લસ્સી, માખણ , પનીર, અથાણુ, ચટણી, મુરબ્બામાં તલ અથવા કુશા(ડાભ) મૂકી દેવાથી પદાર્થ દૂષિત નથી થતા. સૂખા ખાદ્ય પદાર્થોમાં તલ કે કુશ નાખવાની જરૂર નથી.

ગુજરાતના મુખ્ય શહેરોમાં ગ્રહણનો સમય

સુરત - સ્પર્શ સમય 5.31.06 મોક્ષ સમય 7.19.52
નવસારી - સ્પર્શ સમય 5.30.58 મોક્ષ સમય 7.19.48
ભરૂચ - સ્પર્શ સમય 5.31.13 મોક્ષ સમય 7.20.28
વડોદરા - સ્પર્શ સમય 5.31.22 મોક્ષ સમય 7.20.26
વલસાડ - સ્પર્શ સમય5.30.50 મોક્ષ સમય 7.19.40
વાપી - સ્પર્શ સમય 5.30.45 મોક્ષ સમય 7.19.31
બીલીમોરા - સ્પર્શ સમય 5.30.50 મોક્ષ સમય 7.19.45

ગ્રહણ સમયે કોઈપણ મંત્રનો જાપ કરવામાં આવે તો શીઘ્ર ફળદાયક રહે છે. મહામૃત્યુંજયનો જપ બધા કષ્ટોનો નાશ દૂર કરવા થાય છે. કોઈ કામ સિધ્ધ કરવા માતે મંત્ર જાપ કરવો હોય તો આ સમય દરમિયાન જરૂર કરો. આ ગ્રહણકાળમાં વશીકરણ, શત્રુ કષ્ટ નિવારણ માટે મંત્ર, મનની શાંતિ માટે ગાયત્રી મંત્રનો જાપ ઉત્તમ રસ્તો છે.