મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ચીનની કમર તોડો અને પાક.ને નષ્ટ કરો

વિહિપ નેતા આચાર્ય ધર્મેન્દ્રજી સાથે એક વાતચીત

''હદ હૈ ગમે હસ્તિ સે ગુજર ક્યોં નહીં જાતે
જીના નહીં આતા હૈ તો મર ક્યોં નહીં જાતે,
મંજીલ કો જો પાના હૈ તો તુંફા ભી મિલેગે..
ડરતે હો તો કશ્તિ સે ઉતર ક્યોં નહીં જાતે''

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ તાજેતરમાં ઈંદૌર આવેલા ત્યારે તેમણે હિન્દુત્વના કટ્ટર વિરોધી લોકો પર નિશાનો સાધવા માટે ઉપરોક્ત શાયરી કહેલી. ધર્મેન્દ્ર મહારાજ એ જ વ્યક્તિ છે જેમણે ગુજરાતમાં 2007 માં યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સહયોગ આપવા માટે અને હિન્દુત્વનો પ્રચાર કરવા માટે અનેક રેલીઓ અને સભાઓને સંબોધી હતી. આ એ સમય હતો જ્યારે મોટાભાગના સાધુ સંતો નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ હતાં. પ્રસ્તુત છે ધર્મેન્દ્રજી મહારાજ સાથે વાતચીતના અમુક અંશો.

* જસવંત સિંહે પોતાના પુસ્તકમાં મોહમ્મદ અલી ઝીણાના ગુણગાન કર્યા તો તેમની ભાજપમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી. અડવાણીજીએ તો ઝીણાની સમાધિ પર જઈને તેમને ધર્મનિરપેક્ષ ગણાવ્યાં હતાં. તેમની સાથે તો પાર્ટીએ કંઈ પણ ન કર્યું. ભાજપની આવી બેવડી નીતિ કેમ ?
- ઝીણાની સમાધિ પર જઈને અડવાણીએ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. જો સૂરજ પશ્વિમમાંથી નિકળે તો પણ એ વાતને ક્યારેય પણ અસત્ય ન ઠેરાવી શકાય કે, ઝીણા પાછલી સદીના સૌથી મોટા સાંપ્રદાયિક વ્યક્તિ હતાં. રહી વાત જસવંતસિંહની તો તેમણે જે ભૂલ કરી છે તેને કઈ પણ માફ ન કરી શકાય તેવી છે. તેમણે તો પાકિસ્તાનમાં ઝીણાની કબર નજીક દફન થવા માટે ચાલ્યું જવું જોઈએ. ભાજપની પાર્ટીએ આ પ્રકારનું આચરણ શા માટે દાખવ્યું ? તે તેમનો આંતરિક મામલો છે.

* કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવા પર વિહિપને વાંધો શા માટે છે ?
- વિશ્વ હિન્દુ પરિષદને સોનિયાજીના વિદેશી મૂળના હોવા પર કોઈ વાંધો નથી બસ તે રામ અને કૃષ્ણ જન્મભૂમિનો જીર્ણોદ્ધાર પોતાના હાથે કરી દે. જો સોનિયા અને રાહુલ રામજન્મ ભૂમિ, કૃષ્ણજન્મ ભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં સહયોગ આપશે તો તેમની લોકપ્રિયતાનો આંક વધુ ઉચો જશે. સ્વયં દેવતાઓ પણ સ્વર્ગમાંથી તેમની ઉપર ફૂલો વરસાવશે.

* ભાજપને વધુ ફાયદો કોનાથી અડવાણી કે, નરેન્દ્ર મોદી ?
- જુઓ એક સમયે હું ભાજપનો 'વકીલ' હતો હાલ મારું કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નથી. હું માત્ર હિન્દુત્વનો પ્રચારક અને હિમાયતી છું. ભાજપને કયાં નેતાથી ફાયદો છે ? એ જાણવા કરતા ઉચિત એ રહેશે કે, દેશને કોનાથી ફાયદો છે ? હું બન્નેમાંથી કોઈનું પણ નામ લઈને નવા વિવાદને જન્મ આપવા ઈચ્છતો નથી. હા એક વાત જરૂર છે કે, અડવાણીએ હવે રાજનીતિને છેવાડે મૂકી દેવી જોઈએ. તેમને પુસ્તકો લખવા જોઈએ. ખાસ કરીને જેમાં તેમની રૂચિ છે. આમ પણ તેઓ એક સારા ફિલ્મ સમીક્ષક છે. રાજનીતિને બદલે ફિલ્મના રિવ્યુ અને પ્રિવ્યું લખશે તો તે તેમના માટે ફાયદાકારક નિવડશે.

''દેશ આંતરિક અને બ્રાહ્ય રૂપે બિલકુલ પણ સુરક્ષિત નથી. પાકિસ્તાન અને ચીન જેવા રાષ્ટ્રો ભારતને તોડવામાં ઝુંટાયા છે. તેમના એજન્ટો દેશની અંદર ખતરો ફેલાવી રહ્યાં છે. ચીનની કમર તોડ્યા વગર અને પાકિસ્તાનને નષ્ટ કર્યા વગર ભારતને શિખર સુધી નહી પહોંચાડી શકાય.''

* ધર્મેન્દ્રજી આમ તો તમે હિન્દુત્વનો પ્રચાર-પ્રસાર કરો છો તો બીજી બાજુ ઉર્દૂમાં શેરો શાયરી પણ કરો છો ?
મારો વિરોધ ઉર્દૂ ભાષાથી નહીં પરંતુ તેની લિપિથી છે જે અવૈજ્ઞાનિક રીતે જમણેથી ડાબી તરફ કીડા-મકોડાની જેમ લખવામાં આવે છે. આપણે આ ભાષાનો વિરોધ શા માટે કરી શકીએ જેનો જન્મ જ ભારતમાં થયો હોય. ઉર્દૂને દેવનાગરીમાં જ લખવી જોઈએ.

* આપણા પડોશી રાષ્ટ્રોથી આપણે કેટલા સુરક્ષિત છીએ ?
-દેશ આંતરિક અને બ્રાહ્ય રૂપે બિલકુલ પણ સુરક્ષિત નથી. પાકિસ્તાન અને ચીન જેવા રાષ્ટ્રો ભારતને તોડવામાં ઝુંટાયા છે. તેમના એજન્ટો દેશની અંદર ખતરો ફેલાવી રહ્યાં છે. ચીનની કમર તોડ્યા વગર અને પાકિસ્તાનને નષ્ટ કર્યા વગર ભારતને શિખર સુધી નહી પહોંચાડી શકાય.

* જો ભાજપ સંઘનો સાથ છોડી દેશે તો ?
- જે રસ્તે ભાજપ આજે છે તે રસ્તે જો તે સંઘનો સાથ છોડી દેશે તો તેને નષ્ટ થવામાં એક પણ સેકન્ડ નહીં લાગે.

* ભારતીયો દ્વારા ચંદ્ર પર પાણીની શોધ વિષે આપનું શું કહેવું છે ?
- આ સૌભાગ્ય ભારતને જ મળવાનું હતું. આપણને તેના પર ગર્વ હોવો જોઈએ.

* ભારતમાં સમલૈગિકતાને માન્યતા આપવા મુદ્દે આપનું શું કહેવું છે ?
-સમલૈગિકતાને સાર્વજનિક રીતે પ્રોત્સાહન આપવું એક ગંભીર ભૂલ છે. આ અપ્રાકૃતિક કૃત્યના સમર્થનમાં વિજય ઝુલૂસ કાઢવું અને તેને માનવાધિકાર સાથે જોડવાની વાત ઘણી જ શરમજનક છે. તેને સભ્યતાના વસ્ત્રો પહેરાવવામાં આવવા ન જોઈએ. એક એવું કૃત્ય જેને પશુઓ પણ નથી કરતા તેની વિરુદ્ધ સરકારે કડક કાયદા હાથ ધરીને અંકૂશ મુકવો જોઈએ.

W.D
W.D
* આદિ ગુરૂ શકરાચાર્યના વાક્ય 'બ્રહ્મ સત્યં જગત મિથ્યા' પર સ્વામી રામદેવ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિશે આપ શું કહેવા ઈચ્છો છો.
- કોઈ પણ વિષય પર બોલવા પહેલા તેના પરિણામો વિષે જરૂર વિચારવું જોઈએ. વ્યક્તિએ અતિઆત્મવિશ્વાસી ન હોવું જોઈએ. એ કહેવું અનુચિત છે કે, તેનાથી અકર્મણ્યતાને પ્રોત્સાહન મળશે અને લોકો ભાગ્યવાદી થઈ જશે. ગુજરાત અને રાજસ્થાન જેવા ધર્મનિષ્ઠ રાજ્યોની જ વાત લઈ લો જ્યાંથી ઘણા બધા પુરૂષાર્થી લોકો નિકળ્યાં છે. રાજા બલદેવ, બિરલા, બાગડ, ધીરૂભાઈ અંબાણી વગેરે ટોચના વ્યવસાયી પુરૂષોનો સંબધ આ રાજ્યોથી જ છે. આ દિગ્ગજોએ 'જીરો માથી હીરો' બનવાની સફળ યાત્રા કરી છે. આ લોકો કદી પણ ભાગ્યવાદી નથી થયાં. બીજી તરફ નાસ્તિક કોમ્યુનિસ્ટોમાં પુરૂષાર્થી હોવાનું એક પણ ઉદાહરણ મળતું નથી.

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124