ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ને...આસારામનો આ દસમો જન્મારો !

ઓરા વિદ્યાના નિષ્ણાંત ડો. હિરા તાપડિયાનો દાવો...

ND
N.D
ઓરા વિદ્યા અથવા તો ઓરા મેડિટેશન ..કાલ સુધી મારા માટે પણ આ શબ્દનો અર્થ જાણવો મુશ્કેલ હતો પરંતુ આજે થોડા અભ્યાસ બાદ હું તેના મૂળ સુધી પહોચી શકયો છું. આ વિદ્યા ધ્યાનનો જ એક પ્રકાર છે. જેમાં વ્યક્તિ પોતાના આધ્યાત્મિક ચક્રોને એટલા જાગૃત કરી દે છે કે, તેમાંથી નિકળતી શક્તિનો પ્રવાહ સામે વાળા વ્યક્તિઓ સુધી પણ પહોંચી જાય છે. આ શક્તિઓ સકારાત્મક હોય શકે અને નકારાત્મક પણ.

તાજેતરમાં એક વેબસાઈટ પર એક વીડિયો જોઈ રહ્યો હતો. જેમાં ઓરા મેડિટેશન પર મહારાથ પ્રાપ્ત કરનારા ડો. હિરા તાપડિયા વિશેષ વિગતો આપી રહ્યાં ડો. તાપડિયા દેશના એક માત્ર એવા વ્યક્તિ છે જેમને આઈએસઓ 9001 2000 પ્રાપ્ત છે જેઓએ ઓરા મેડિટેશન પર મોસ્કોની મેડિકલ યુનિવર્સિટીમાં છ લેક્ચર આપ્યાં છે અને જેઓને ત્યાની સ્પેશિયલ બાયોટેક્નોલોજી પર વિશેષ પ્રમાણપત્રો પણ મળ્યાં છે.

વર્ષ 1962 માં તિબેટના માસ્ટર લોબાન પાસેથી તેમણે આ વિદ્યા શીખી. સતત છ વર્ષ સુધી તેઓ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતા રહ્યાં. ત્યાર બાદ વર્ષો સુધી તેમણે આ વિદ્યા વિશે અધ્યયન કર્યું. અત્યાર સુધીમાં ડો. તાપડિયા આશરે સાત લાખથી વધુ વ્યક્તિઓની ઓરા લઈ ચૂક્યાં છે જેમાં એક હજાર લોકો વ્યક્તિ વિશેષ છે. આ વ્યક્તિઓમાં સાધૂ, સંતોથી લઈને મોટી હસ્તિઓનો પણ સમાવેશ થાય છે.

ઓરા શું છે ?

ડો. તાપડિયાના જણાવ્યાનુસાર ઋગવેદીક કાળથી દરેક વ્યક્તિના શરીરની ચારે તરફ જે ઈલેક્ટ્રોનિક મેગનેટિક ફિલ્ડ રહે છે તેને ઓરા કહેવામાં આવે છે. ઓરાનો વ્યાસ વ્યક્તિના શરીર પર ત્રણ ઈંચથી લઈને 20 થી 40 મીટર સુધીની લંબાઈનો પણ હોય શકે છે. એટલું જ નહીં પરંતુ ઓરા સજીવ વ્યક્તિઓથી લઈને નિર્જીવ વ્યક્તિઓની પણ હોય શકે છે.

આશારામ બાપૂ પાસે દિવ્ય શક્તિ..?

W.D
W.D
ડો. તાપડિયા વિશેષમાં જણાવ્યું કે, સજીવ વ્યક્તિમાં સંત શિરોમણી આશારામ બાપુ એક માત્ર એવા વ્યક્તિ છે જેમની ઓરા ત્રણ મીટર સુધી લાંબી છે. અર્થાત ત્રણ મીટરના અંતર સુધી જો કોઈ વ્યક્તિ તેમની પાસે આવશે તો તે આશારામ બાપુની ઓરાથી પ્રભાવિત થઈ જશે. બાપૂની ઓરામાં લાલ રંગ સાથે ઘેરા વાદળી અને જાંબુડિયા કલરનો પડછાયો છે.

જાંબુડિયા કલર આધ્યાત્મિકતાનો સૌથી મોટા શિરોમણી બનાવવવાનો પ્રવાહ દેખાડે છે. ખાસ કરીને ઋષિ મૂનિઓમાં આ પ્રવાહ જોવા મળે છે. વાયલટ કલરનો અર્થ એ છે કે, આપનું આજ્ઞા ચક્ર શિર્ષાધાર ઉપ્રબુદ્ધ થઈ ચૂક્યું છે તે ખુલી ચૂક્યું છે, તે ચાર્જ થઈ ચૂક્યું છે આ વ્યક્તિઓમાં કોઈ પણ નકારાત્મક શક્તિને ગ્રહણ કરવાની તેમજ સકારાત્મક ઉર્જા સામેના વ્યક્તિને આપવાની ક્ષમતા હોય છે.

ડો. તાપડિયા ઉમેરે છે કે, આસારામ બાપૂની ઓરામાં રહેલો લાલ રંગ દેખાડે છે કે, બાપૂ શક્તિ આપે છે, શક્તિપાત કરે છે. કોઈના શરીર પર હાથ રાખી દે તો તેની નેગેટીવિટી ગ્રહણ કરી લે છે. તેમની ઓરામાં ઉપર જે બ્લૂ રંગ છે તે અનંદ ઉંચાઈ પર રહેનારાઓનો પ્રભાવ દેખાડે છે. બાપૂની ઓરા થોડા સમયમાં એ ઊંચઈને પણ પ્રાપ્ત કરી લે છે. ડો. તાપડિયા તો ત્યાં સુધી કહે છે કે, બાપૂની ઓરા લાસ્ટિક જેવી છે. 'મેં કોલકાતામાં તેમનું એક પ્રવચન સાંભળ્યું હતું ત્યારે મેં જોયું કે, તેમની ઓરા 50 ફૂટ દૂર બેઠેલા વ્યક્તિને પર પણ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પાડે છે.

પુનર્જન્મ પણ જાણી શકાય

W.D
W.D
આશારામ બાપૂ આ જન્મારાથી નહીં પરંતુ છેલ્લા દસ જન્મોથી લોકોને પ્રવચન આપતા આવ્યાં છે. આ વાત જેટલી આશારામ બાપૂના સમર્થકોને આશ્રર્ય પમાડે તેટલી છે તેના કરતા અનેકગણી મને પણ.

પરંતુ ડો. તાપડિયા છાતી ઠોકીને કહીં રહ્યાં છે કે, બાપૂ છેલ્લા દસ જન્મોથી લોકોને સત્ય, ધર્મ અને સદાચારના પ્રવચનો આપતા આવ્યાં છે. તેઓ કહે છે કે, ઓરા વિદ્યાથી વ્યક્તિના પુનર્જન્મ વિષે પણ જાણી શકાય છે અને હું મારા અભ્યાસ પરથી કહી રહ્યો છું કે, બાપૂનો આ દસમો જન્મારો છે

બાપૂના તમામ આદ્યાત્મિક ચક્રો જાગૃત થઈ ગયાં છે જેમાથી શિર્ષાધાર પૂર્ણ રીતે જાગૃત થઈ ચૂક્યું છે તેનો ગ્રાફ માઈનસમાં જઈ રહ્યોં છે. તાપડિયા કહે છે કે, અત્યાર સુધી મેં કોઈ પણ વ્યક્તિ એવો જોયો નથી જેનું શિર્ષાધારનો ગ્રાફ આ સ્તર સુધી જઈ શક્યો હોય.