ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By નઇ દુનિયા|

મીડીયાએ સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ

N.D
દેશના મીડિયાએ સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનોને પહેલા પાનના સમાચાર બનાવવા પડશે. બળાત્કાર, હત્યા અને સ્કેંડલના સમાચારો બનાવીને માત્ર સનસની ફેલાવી શકાય છે પરંતુ આનાથી યુવાનો વ્યવસ્થાની દુર્બળતા અને ખામીઓ સામે લડવાની તાકત નથી જન્માવી શકતા.

આ વિચાર છે વરિષ્ઠ પત્રકાર શ્રી તરુણ વિજયના. એક સ્થાનિક અભ્યાસ મંડળની વ્યાખ્યાનમાળામાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યુ કે દેશના લોકો જો પેપર વાંચવાનુ બંધ કરી દે તો ભારતનુ ભવિષ્ય ઉજ્જવળ બની જશે, કારણકે તેમના પાન પર વિચારોની હિંસા સિવાય કશુ હોતુ નથી. તેમણે કહ્યુ કે સારુ સાહિત્ય, સમાજ સેવીની ઉપલબ્ધતા કોઈ સુંદર કલાકૃતિ વગેરે વિશે કેમ નથી છાપતા ? ભારતને ગૌરવ અને સન્માન તો વારસામાં મળ્યુ છે. દુનિયાને વસુદેવ કુટુમ્બક નો પાઠ પણ ભારતે ભણાવ્યો છે.

ભારત સંકોચાઈ રહ્યુ છે.

શ્રી વિજયે કહ્યુ કે પાછલી સદીમાં ભારત સંકોચાયુ છે. લોકોમાં મનભેદ અને મતભેદ બંને વધ્યા છે. કાશ્મીર અને ચીન સાથે જોડાયેલા ભાગની જમીનને આજ સુધી આપણે ભારતની જમીન સાથે જોડી નથી શક્યા. વૈદિક પરંપરામાં વિશ્વાસ કરતા હિન્દુઓની સંખ્યા ઘટી છે. કાશ્મીર અને મિજોરમના હજારો લોકો શરણાર્થીની જેમ જીવન વિતાવી રહ્યા છે.

પ્રગતિનુ માપદંડ ટાટા અને મિત્તલ નથી.

ભારતની પ્રગતિનુ માપદંડ વિજ્ઞાન અને ટેકનીકના આધારે, રતન ટાટા, લક્ષ્મી મિત્તલ જેવા લોકોની પૈસાની તાકત નથી હોઈ શકતુ. પ્રગતિનુ માપદંડ એવુ હૌય કે જે સામાન્ય હિન્દુસ્તાનીને એક સમાન તક મળે. તે ભારતીય ભાષાઓમાં વાંચીને બોલચાલ કરી આગળ વધી શકે. તેમણે કહ્યુ કે જયપુરમાં બોમ્બ ફાટવાની ઘટનામાં માર્યા ગયેલા લોકોની પીડામાં પેદા થયેલી એકતા ભારતનુ ચરિત્ર છે.

સમાજમાં પાખંડો

શ્રી વિજયે કહ્યુ કે સમાજમાં પાખંડો ઘણા છે. વંચિત અને દલિતોને દૂર રાખી રહ્યા છે. આ લોકોનો ઉપયોગ ફક્ત વોટ માટે જ કરવામાં આવે છે. મરનારા લોકોની સંખ્યા ગણી રહ્યા છે પણ તેનુ દર્દ અંદરથી નથી અનુભવી રહ્યા. મહિલાઓને પ્રોત્સાહિત કરવાની વાત બકવાસ છે. આપણે આજે પણ આપણા પ્રતિકો પ્રત્યે અભિમાન જન્માવી શક્યા નથી. આ બધાનો સામનો કરવા માટે આપણી વિદ્યા અને ચરિત્રનો વિકાસ જ યોગ્ય માર્ગ છે.