બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

મોદીને ઇશારે રાણીનું રાજ ગયું ?

ઘટના નંબર વન મોદી પ્રશસ્તિ ગાન...
ગુજરાતમાં અનેક વિરોધ વંટોળ વચ્ચે મોદીએ એકલે હાથે ભાજપની નાવ સહી સલામત કિનારે ઉતારી હતી. જેની ખુશી માટે મોદી પ્રશિસ્ત ગાન કાર્યક્રમ રખાયો હતો. જેમાં પાર્ટીના મોટા મોટા નેતાઓ સહિત સૌ કોઇ ઉપસ્થિત હતા. સૌના દિલમાં મોદી મંત્રનો જાદુ છવાયો હતો. પરંતુ રાજસ્થાનના રાણી વસુંધરા રાજેએ આ પ્રશસ્તિ ગાનમાં જોડાવા ઇન્કાર કર્યો હતો

ઘટના નંબર ટું ભાજપ કાર્યકારિણી બેઠક...
વસુંધરાને ગુજરાત ચૂંટણી બાદ પાર્ટીમાં મોદીનું છવાઇ જવું બિલકુલ મંજૂર ન હતું. ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન પદ માટે જાહેર કરાયેલા લાલકૃષ્ણ અડવાણી સહિતના મોટા નેતાઓ પણ મોદી મોદી કરી રહ્યા હતા. તેમણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના ચૂંટણીવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓને મોદી મંત્ર અપનાવવા શીખ આપી હતી. પરંતુ ત્યાં પણ રાણીએ મોદી માટે અણગમો હોવાનો અણસાર આપતાં કહ્યું હતું કે, કોઇ એના રાજ્યમાં મોટો હશે મારે કોઇનો મંત્ર લેવાની જરૂર નથી......

ઉપરની બે ઘટનાઓ જોતાં રાણી અને મોદીના આંતરિક યુધ્ધને શીત કહેવું વધુ શીત કહેવાશે...મોદીના સ્વભાવથી ગુજરાત ભાજપના અસંતુષ્ટો, કર્મચારીઓ પરિચીત છે જ કે મોદીનું નિશાન સબમરીન જેવું હોય છે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને પણ વસુંધરા રાજેનો ક્રોધાયમાન સ્વભાવ પસંદ ન હતો. તે પણ રાણીના અહંમને તોડવા ઇચ્છતા હતા. જો વસુંધરા રાજે ધાર્યુ હોત તો તેઓ ચૂંટણીમાં મોદીને સ્ટાર પ્રચારક તરીકે ઉતારી ચૂંટણી જીતી પણ શક્યા હોત. પરંતું તેઓ એમ કરવા તૈયાર ન હતા. તે મોદીના વધતા કદને રોકવા મથતા હતા !

વધારામાં પુરતું રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ ઓમ માથુર મોદીના પરમ મિત્ર છે. રાજસ્થાનનો હવાલો સંભાળતા પહેલા તેઓ ગુજરાત જોતા હતા. એવું કહેવાય છે કે, જો ઓમ માથુર માટે ગુજરાતની પોલીસ શોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કરી શકતી હોય તો શુ ઓમ માથુર મિત્ર માટે શુ ના કરી શકે ? વિચારવા જેવી વાત છે, ગુજરાતમાં તો ચર્ચા ચાલે જ છે કે મોદી ધારે તે કરે....તો રાણી શુ ચીજ છે.....! ! !