શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

શનિનો કન્યા રાશિમાં પ્રવેશ

W.D
9 સપ્ટેમ્બર 09 એટલે કે 9-9-09ના અદભુત સંયોગવાળા દિવસે શનિદેવ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કન્યામાં લોખંડના પાયાથી પ્રવેશને કારણે આ પહેલા 90 દિવસ પીડાકારક રહેશે. વૃષભ અને મકર રાશિવાળાઓને મુશ્કેલીઓથી છુટકારો મળશે. કર્ક રાશિ પણ સાડા સાતીમાંથી મુક્ત થશે. ત્યાં તુલા પર સાડા સાતી તેમજ મિથુન અને કુંભ માટે મુશ્કેલભર્યો સમય રહેશે. આવો જોઈએ શનિદેવના આગમનથી અન્ય રાશિઓ પર શું પ્રભાવ પડશે.

મેષ : મેષ રાશિ માટે શનિ સ્વાસ્થ્ય લાભ તેમજ ધન લાભ આપશે પરંતુ ચિંતાઓ પણ લઈને આવશે. પરિવાર, સંતાન, વ્યાપાર-નોકરી સંબંધી ચિંતાઓ રહેશે.

વૃષભ : જો કે મુશ્કેલીઓથી છુટકારો મળશે. છતાં પણ સ્ત્રી-પુરૂષના સ્વાસ્થ્યને પીડા રહેશે. સમજી વિચારીને નિર્ણય લેવા.

મિથુન : મુશ્કેલીઓ શરૂ થઈ રહી છે. શનિદેવ પીડાકારક છે- ભાઈ પરિવાર સાથે વિવાદ, યાત્રામાં કષ્ટ, ભાગદોડ, મુશ્કેલી અને ચિંતા. નોકરીમાં પણ સાવધાની રાખવી.

કર્ક : સારો સમય છે. પરાક્રમ વૃદ્ધિ, શત્રુ વિજય, ધન લાભ, પ્રમોશન તેમજ સ્થળાંતરણની ભેટ લઈને આવ્યાં છે શનિદેવ.

સિંહ : ધનલાભના યોગ છે પરંતુ ઘણી ભાગદોડ કરવી પડશે. ઈજાનો પણ ભય રહેશે. નોકરીમાં કષ્ટ રહેશે. નિર્ણય લેતી વખત વધારે પડતી ઝડપ કરવી નહિ.

કન્યા : આળસ, માનસિક પીડા અને ભય લઈને આવી રહ્યાં છે શનિદેવ. નકામી ચર્ચા, નકામી ભાગદોડ, ધનની હાનિના પણ યોગ છે. સાવધાની રાખવી જોઈએ.

તુલા : સાડા સાતી શરૂ થઈ રહી છે પરંતુ તાંબાના પાયાથી છે તેથી વધારે શ્રમ અને ભાગદોડ કરવી પડશે પરંતુ સાથે સાથે ધન-વાહન સુખ તેમજ અન્ય સુવિધાઓ પણ વધારશે શનિદેવ.

વૃશ્ચિક : સારો સમય, માન-સમ્માન અને ધન પ્રાપ્તિ થશે. શુભ ફળ મળશે, વાહન મશીનરીથી લાભ થશે. માનસિક કષ્ટ દૂર થશે.

ધન : ધન લાભ અને આર્થિક અનુકૂળતાના યોગ તો વધશે પરંતુ સાથે સાથે નકામા ખર્ચા પણ વધશે. ભાગદોડ અને શ્રમ રહેવાના તેમજ સ્થાનાંતરણના યોગ પણ છે. પેટ અને છાતીના રોગોથી સાવધાની રાખવી.

મકર : મુશ્કેલીઓથી છુટકારો મળશે. પરંતુ ચિંતા રહેશે. કાર્યની સફળતા માટે ખુબ જ મહેનત કરવી પડશે. શારીરિક કષ્ટ રહેશે. વાહન પણ સંભાળીને ચલાવવું.

કુંભ : મુશ્કેલીઓ શરૂ થઈ રહી છે પરંતુ સ્વરાશિ હોવાને લીધે શનિદેવ અનુકૂળતા બનાવશે. સુખ-સુવિચારો વધશે. પરંતુ જીવન અસ્તવ્યસ્ત થઈ જશે, વધારે પડતું રિસ્ક ન લેવું. આ દરમિયાન દેવાથી પણ બચો. બાકીની સ્થિતિ ઠીક છે.

મીન : માનસિક તણાવ અને ખુબ જ ભાગદોડ પછી ધન લાભ દેખાડશે શનિદેવ. નકામી ચિંતા અને ડર પણ રહેશે. દૂરની યાત્રાનો યોગ પણ બની શકે છે. ધનનું યોગ્ય નિયોજન કરતાં શીખો.

N.D
વિશેષ :

- સાડા સાતીના આડા સાત વર્ષોમાંથી લગભગ 46 મહિનાનો સમય શુભ અને ઉન્નતિકારક રહે છે. તેથી જો છેલ્લા મહિનાઓ સાવધાની પુર્વક પસાર કરવામાં આવે તો અશુભ પ્રભાવ ના માત્રને બરાબર અનુભવમાં આવે છે.

- પત્રિકામાં જો શનિ 3-6-11 કે 5-9ના સ્થાનમાં હોય તો, ત્રિકોણેશ કે લગ્નેશમાં હોય તો પણ શુભ પ્રભાવ વધારે મળે છે.

- શનિની પ્રતિકૂળ સ્થિતિમાં શનિનું દાન કરવું, શનિ ચાલીસા વાંચવા, હનુમાનજીની ઉપાસના કરવી, શનિ સ્ત્રોત વાંચવો, કાળા કુતરાની સેવા કરવી વગેરે સારૂ રહે છે.

- જો વ્યક્તિ નિયમબદ્ધ રીતે આચરણ કરે છે, સંસ્કારશીલ છે, માંસ-મદિરાથી દૂર રહેતો હોય, લોકોની મદદ કરતો હોય અને સ્ત્રીઓનું સન્માન કરતો હોય અને ઈમાનદાર હોય તો શનિદેવ તેને ક્યારેય પણ હેરાન નથી કરતાં.