મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

સુભાષચંદ્ર બોઝ : 67 વર્ષ પછી પણ મોતનું રહસ્ય અકબંધ ?

P.R
સ્વાધીનતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગહેરાયેલા રહસ્ય પરથી ૬૭ વર્ષ બાદ પણ પડદો નથી ઉઠી શક્યો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના કથિત મોતની સચ્ચાઇ જાણવા માટે ત્રણ આયોગની રચના કરાઇ પણ આજ સુધી સચ્ચાઇ જાણી શકાઇ નથી.

દેશના મોટાભાગના લોકો આજે પણ માને છે કે નેતાજીનું મોત વિમાન દુર્ઘટનામાં નથી થયું. લોકો માને છે કે બોઝ આઝાદી બાદ પણ ઘણા દિવસ સુધી જીવિત હતા અને પોતાની જિંદગી ગુમનામીમાં વીતાવી હતી.

નેતાની વિશે ઘણાબધા કિસ્સા જાણીતા છે. કેટલાક સાધુ-સંતોએ તો પોતે જ નેતાજી બોઝ હોવાના દાવા પણ કર્યા હતા. જેને લીધે રહસ્ય વધુ ને વધુ ઘેરું બનતું ગયું હતું.

યુપીમાં આઝમગઢ જિલ્લાના રહેવાસી ૧૦૭ વર્ષીય નિઝામુદ્દીનનું પણ માનવું છે કે, નેતાજી ૧૯૪પમાં કોઇ હિસાબે મૃત્યુ ન પામી શકે. પોતાને આઝાદ હિંદ ફોજમાં નેતાજીના ડ્રાઇવર ગણાવતા નિઝામુદ્દીને દાવો કર્યો છે કે ૧૯૪રમાં આઝાદ હિંદ ફોજમાં જોડાયા બાદ તે ૪ વર્ષ સુધી તેઓ નેતાજીની સાથે રહ્યા હતા.

નિઝામુદ્દીને કહ્યું કે, આ બની જ કેવી રીતે શકે..? જે સમયમાં વિમાન દુર્ઘટના ઘટી હોવાનું જણાવાઇ રહ્યું છે તેના ૩-૪ મહિના બાદ મેં જાતે જ કારમાં બેસાડીને તેમને બર્મા અને થાઇલેન્ડ બોર્ડર પર સિતંગપુર નદીના કિનારે ઉતાર્યા હતા.

તાઇવાન સરકારે પોતાનો રેકોર્ડ ચકાસીને ખુલાસો કર્યો હતો કે ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં કોઇ વિમાન દુર્ઘટના બની જ નથી. તાઇવાનના આ દાવાને પગલે નેતાજીના મોતની વાર્તાને સાચી ન માનનારા લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થઇ ગયો હતો કે મહાનાયક બોઝ ભારતની આઝાદી બાદ પણ જીવિત હતા.

આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝના રહસ્ય પર પુસ્તક લખી ચૂકેલા મિશન નેતાજીના અનુધ ધરનું કહેવું છે કે, ભારત સરકાર તમામ હકીકત જાણે છે પણ તે જાણીજોઇને રહસ્ય પરથી પડદો ઉઠાવવા નથી માગતી. અને એટલે જ સરકારે માહિતી અધિકાર હેઠળની તેમની અરજી અંતર્ગત નેતાજી સાથે સંકળાયેલી માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

નેતાજી વિશે જાણવા માટે જેટલી પણ તપાસ થઇ તે તમામમાં કંઇ ને કંઇ એવું બહાર આવ્યું કે જેના લીધે રહસ્ય વધુ ને વધુ ઘેરું બનતું ગયું હતું.

તાઇવાનમાં કથિત વિમાન દુર્ઘટના સમયે નેતાજી સાથે રહેલા કર્નલ હબીબુર રહેમાને આઝાદ હિંદ સરકારના સૂચના મંત્રી એસ.એ.નૈયર, રશિયન અને અમેરિકન જાસૂસો અને શાહનવાઝ સમિતિ સામે વિરોધાભાસી નિવેદન આપ્યાં હતાં.








સૌજન્ય - જીએનએસ