શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Updated : સોમવાર, 16 જૂન 2014 (13:17 IST)

ઈરાક સંકટ - ભારતના 'અચ્છે દિન' પર ગ્રહણ !!!

ઈરાક સંકટને જોતા કેન્દ્ર સરકારે નાગરિકોને ઈરાક યાત્રા પર ન જવા માટે કહ્યુ છે. ઈરાકમાં રહેતા ભારતીય અને તેમના સંબંધીઓની સૂચના મેળવવા કે મદદ માટે મોબાઈલ નંબર +9647704444899, +9647704444899  અને ટેલીફોન નંબર +964 770 484 3247  પર સંપર્ક કરી શકે છે. 
 
ભારતને શુ ફર્ક પડી શકે છે - જોવા જઈએ તો વર્તમાન ઈરાક સંકટથી ભારત પર ખૂબ ઊંડો પ્રભાવ પડી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનુ લગભગ 57 ટકા આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરે છે. દર વર્ષે ભારત ઈરાકમાંથી 2.50 કરોડ ટન કાચુ તેલ આયાત કરે છે. વર્તમાન સંકટથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત નવ મહિનાના ઉચ્ચ સ્તર 115 બૈરલ પ્રતિ ડોલર પહોંચી ગઈ છે. 
 
ભારત અને આખી દુનિયાના માટે સૌથી મોટી ચિંતા છે કે જો ઈરાકી તેલ કુવા આતંકીઓના કબજામાં આવી ગયા તો ત્યાથી તેલ સપ્લાઈ રોકાઈ જશે. એટલુ જ નહી જો આતંકીઓએ લેબનાનની જેમ કુંવામાં આગ લગાવી દીધી તો પ્રદૂષણની સમસ્યા વધુ વિકરાળ બનશે.  
 
ભારતમાં ખરાબ ચોમાસાને લઈને પહેલા જ ચિંતા કાયમ છે તેના પર ઈરાક સંકટને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો વધારો થયો તો જે મોંઘવારી મુદ્દા પર ભાજપાએ મોટી જીત મેળવી છે તેનો સામનો કરવો એ મોદી સરકાર માટે મુશ્કેલીનો વિષય બની જશે. 
 
કોણ કરી રહ્યુ છે ઈરાકમાં કત્લેઆમ જાણો આગળ ... 
જોવા જઈએ તો ઈરાક સંકટ મોદી સરકારની વિદેશ નીતિની સૌથી મુશ્કેલ પરીક્ષા સાબિત થવાની છે. ઈરાકમાં શિયાઓએ કત્લેઆમ પર ઈરાન ચુપ નથી બેસવાનુ અને તેણે ઈરાકી સરકારને મદદનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે.  
 
કોણ કરી રહ્યુ છે ઈરાકમાં કત્લેઆમ - અબૂ બકર અલ બગદાદી એક દુર્દાત આતંકવાદી છે. જે અમેરિકાની મોસ્ટ વોંટેડ લિસ્ટમાં છે.  અદ્દશ્ય શેખના નામથી બોલાવાતો બગદાદી આઈએસઆઈએસનો મુખ્ય સૂત્રધાર છે. આઈએસઆઈએસ મતલબ ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એંડ ધ લીવેંટ એક જિહાદી સંગઠન છે જે ઈરાક અને સીરિયામાં સક્રિય છે. મુખ્ય નામ અબુ બકર અલ બગદાદી છે.  
 
શુ છે મકસદ : આનો મકસદ છે ઈસ્લામિક રાજ્યની સ્થાપના. લેબનાન, સીરિયા અને અનેક આફ્રિકી દેશોમાં તેના સભ્યો સક્રિય છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જ્યા જ્યા આઈએસઆઈએસે કબજો કર્યો ત્યા ત્યા તે શરીયા કાયદો લાગૂ કરી ચુક્યો છે. 
 
આ કોઈ ખૂબ મોટુ આતંકી સંગઠન નથી રહ્યુ. ઈરાકથી અમેરિકી સેનાના પરત ફર્યા બાદ આઈએસઆઈએસના આતંકવાદીઓએ ત્યા ખુદને મજબૂત કરી લીધા. આ પહેલા 2011માં ઘણા આતંકી સીરિયાઈ ગૃહયુદ્ધ છેડ્યા પછી તેઓ ત્યાથી જતા રહ્યા હતા.  તેને ઈરાકમાં અલકાયદાનુ જ સહયોગી સંગઠન માનવામાં આવે છે.  
 
આના મુખ્ય સૂત્રધાર અબૂ બકર અલ બગદાદી પર અમેરિકાએ 60 કરોડ રૂપિયાનુ ઈનામ પણ રાખવામાં આવ્યુ છે. 