શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદીનું ચાય પે ચર્ચા કેમ્પેઈન 12મી ફેબ્રુઆરીથી

:
P.R


ભારતીય જનતા પાર્ટી 12મી ફેબ્રુઆરીથી ચાય પે ચર્ચા કેમ્પેઈન દેશભરમાં એક હજાર જગ્યાએ કરશે. ભાજપના અગ્રણી નેતા સુષ્મા સ્વરાજે આ સંદર્ભે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

સુષ્મા સ્વરાજે કહ્યું કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરીએ આ કેમ્પેઈન દેશભરમાં લોન્ચ કરશે.પાર્ટી આ કેમ્પેઈન અંતર્ગત બે કરોડ લોકો સાથે વાર્તાલાપ થશે તેવી ઈચ્છા ધરાવે છે. ટી સ્ટોલથી ઇન્ટરેક્ટિવ બેઠક થશે.

આ કેમ્પેઈન કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલા પ્રહારનો વળતો જવાબ છે. લોકો તેમના પ્રતિભાવ ફોન કોલ્સ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી કેમ્પેઈન દરમ્યાન કે પછી બાદમાં નોંધાવી શકે છે.

સુષ્મા સ્વરાજે કહ્યું કે અમુક જગ્યા નક્કી કરી લેવામાં આવી છે. જ્યાં પ્રારંભિક તબક્કે આ ચા ચૌપાલ કેમ્પેઈનનું આયોજન થશે. આ ચૌપાલ દરેક પાંચ દિવસે યોજાશે. જે માટે એક હજાર સ્થળો નક્કી કરી લેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છેકે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદી પર આકરી ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ચ્હા વેચી શકે અને તેમને ચ્હા વેચવી હોય તો જગ્યા અમે આપીશું. આ પ્રહારને પોતાનું હથિયાર બનાવી ભાજપ મક્કમ ઈરાદે ઉતરવાનું મન બનાવી લીધું હતું. અને કદાચ તે જ અસરથી મોદી ચ્હાની ચૌપાલ કાર્યક્રમ અંતર્ગત જન જન સુધી જવાની તૈયારી કરી રહી છે.

ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીથી ચા ચૌપાલ કાર્યક્રમ અંતર્ગત શનિવારે ગાંધીનગર ખાતે નમો ટી સ્ટોલ પર જઈને મોદી જાતે ચાની ચૂસકી લેવાના હતા. પરંતુ પુરતી સુવિધાઓના અભાવે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. જેથી આજે નેતા સુષ્મા સ્વરાજે નવી તારીખ જાહેર કરવાની ફરજ પડી હતી.