ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|

મોદી પાસે છે આટલી સંપત્તિ

સંઘર્ષથી શિખર સુધીની યાત્રા

P.R
ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીની મેરઠના શતાબ્દી નગરમાં તેમની રેલી થતા પહેલા તેમના સંઘર્ષ ભરેલા જીવન પર આધારિત પુસ્તક ખૂબ વેચાયુ.

જેમા મોદી દ્વારા ચા વેચનાર બાળકથી લઈને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા સુધીની સ્ટોરી છે. સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બતાવવામાં આવેલ તેમની સંપત્તિની વિગત પણ છે.

આવુ જ એક પુસ્તક છે નરેન્દ્ર મોદી - સંઘર્ષ સે શિખર તક .. તેના પેજ નંબર 19 પર મોદીની સંપત્તિનો ઉલ્લેખ છે.

પાંચ વર્ષમાં ખૂબ વધ્યુ બેંક બેલેંસ


પાંચ વર્ષમાં ખૂબ વધ્યુ બેંક બેલેંસ

P.R


તેમણે 2007માં વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલ શપથ પત્રમાં પોતાની સંપત્તિ 30 લાક રૂપિયા બતાવી હતી. 2012માં આ એક કરોડ બતાવાયી છે. તેમની પાસે 2007માં સોનાની ત્રણ અંગૂઠી હતી જે 2012માં ચાર થઈ ગઈ.

આ પાંચ વર્ષમાં મોદીનુ બેંક બેલેંસ પણ ખૂબ વધ્યુ. 2007માં તેમના એકાઉંટમાં 8,55,651 હતા, જ્યારે કે 2013માં 27,24,409 થઈ ગયુ. મોદીએ આ પાંચ વર્ષમાં 39 લાખ પગાર લીધો.

મોદીની પાસે એકમાત્ર પ્રોપર્ટી ગાંધીનગરમાં 330 વર્ગ મીટરનું ઘર છે જે તેમણે 2002માં ખરીદ્યુ હતુ. તેમણે 2007માં નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 3,39,575 રૂપિયાનુ રોકાણ કર્યુ જે 2012માં વધીને 4,00,917 થઈ ગયુ.

આગળ મોદી ક્યાક સાધુ ન બની જાય

મોદી ક્યાક સાધુ ન બની જાય
P.R

પુસ્તકમાં મોદી વિશે વધુ માહિતી પણ છે. ગુજરાતના વડનગર ગામમાં 17 ડિસેમ્બર 1950માં જન્મેલા મોદીએ રાજનીતિશાસ્ત્રમાં એમએ કર્યુ છે. તેમના પિતા દામોદર દાસ મૂલચંદ મોદીનુ 1989માં અવસાન થઈ ગયુ. છ ભાઈ બહેનોમાં મોદી ત્રીજા નંબરના છે. તેમના મોટાભાઈ સોમભાઈ મોદી આજે પણ પૈતૃક ગામમાં રહે છે.

પુસ્તકમાં એક રસપ્રદ કિસ્સો છે મોદીને 1958માં આઠ વર્ષની વય દરમિયાન જ ગુજરાતના પ્રચારક લક્ષ્મણ રાવ ઈનામદાર ઉર્ફ વકીલ સાહેબે સ્વયંસેવકની શપથ અપાવી હતી.

આરએસએસ સાથે જોડાયા બાદ મોદીએ મીઠુ અને તેલ ખાવાનુ બંધ કર્યુ હતુ. જેનાથી તેમના મા હીરાબહેન અને ભાઈ પ્રહલાદ ગભરાય ગયા કે નરેન્દ્ર મોદી ક્યાક સાધુ બનવાની તૈયારી તો નથી કરી રહ્યા ને.