ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ફન ઓન ધ રન : રફુ ચક્કર

IFM
નિર્દેશક : બીએચ તરુણ કુમાર
સંગીત : લલિત પંડિત
કલાકાર : અસલમ ખાન, નૌહીદ, યુધિષ્ઠિર, નિશા રાવલ, શક્તિ કપૂર, સદાશિવ અમરાપુરકર, અર્ચના પૂરણસિંહ, મીતા વશિષ્ઠ, અનંત મહાદેવન, ટીનૂ આનંદ.

'રફુચક્કર'ના ચાર મુખ્ય પાત્રોનુ એક જ મુખ્ય સૂત્ર છે 'જિદગીને પ્રેમ કરો અને તેની પૂરી રીતે માણો'. પપ્પૂ (અસલમ ખાન)અને મુન્નુ (યુધિષ્ઠિર) નામના ભાઈઓને પીએનામથી ઓળખવામાં આવે છે. તેઓ શ્રીમંત બાપના પુત્રો છે.

મિલી(નૌહીદ) અને જૂલી (નિશા રાવલ)ને એમજસિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. પપ્પૂ અને મુલ્લુની જેમ આ બહેનો પણ લગ્ન પર વિશ્વાસ નથી કરતી. જ્યારે પીએમ અને એમજે પર લગ્નનું દબાણ કરવામાં આવે છે તો તેઓ પોતાના ઘરેથી ભાગી નીકળે છે.

ઘરેથી દૂર પપ્પુ અને મુન્નૂની મુલાકાત મિલી અને જૂલી સાથે થાય છે. બંને તેમની તરફ આકર્ષિત થઈ જાય છે અને તેમનુ દિલ જીતવાના પ્રયત્નો કરે છે. તેઓ આ વાતથી અજાણ છે કે તેમના પિતાએ આ જ છોકરીઓ સાથે તેમના લગ્ન કરાવવાના પ્રયત્નો કર્યા હતા.

IFM
મિલી અને જૂલીની મુલાકાત કોકિલા અને કોઈના એટલે કેકનામની બહેનો સાથે થાય છે. આ ઉંમરલાયક બહેનોને પુરૂષોથી નફરત છે અને તેમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા. વાર્તામાં વળાંક ત્યારે આવે છે. કેકેના પિતા મરી જાય છે.

પોતાની વસીયતમાં તેઓ લખી જાય છે કે જો બંને બહેનોએ 45 વર્ષની વય સુધી લગ્ન નહી કર્યા તો તેમની બધી મિલકત એક ટ્રસ્ટમાં જતી રહેશે. આ ટ્રસ્ટનુ કામ દિલખુશ (સદાશિવ અમરાપુરકર) અને હસમુખ (શક્તિ કપૂર)ના હાથમાં છે.

24 કલાક પછી કેકે બહેનો પોતાની વયના 45 વર્ષ પૂરા કરવાની છે. પોતાની મિલકત બચાવવા તેઓ કેવી પણ રીતે લગ્ન કરવા માંગે છે. જે માટે તેઓ મૂરતિયાઓની શોધમાં છે.

IFM
પીએમ ભાઈઓની પાસે પૈસા પૂરા થઈ જાય છે અને તેઓ એમ.જે બહેનોને આકર્ષિત કરવા માટે મોંધા કપડાં ખરીદવા માંગે છે. તેઓ પૈસા ચોરવાની દાનતે કેકે બહેનોના ઘરમાં ઘુસી જાય છે. તેમને ખબર નથી હોતી કે કેકે જૂડો-કરાટેની ચેમ્પિયન છે. બંને પીએમ બ્રધર્સને માર મારીને તેમને બંદી બનાવી લે છે અને તેમની સાથે લગ્ન કરી લે છે.

એમજે બહેનોને પણ પીએમ ભાઈઓ સાથે પ્રેમ થઈ જાય છે. તેઓ ચારેય મળીને કેકે બહેનોની હત્યાનો પ્લાન બનાવે છે. આ પછી વાર્તામાં હસી-હસીને લોટપોટ થઈ જવાય તેવી ઘટનાઓ બને છે.